________________
२८७
प्रभा]
સમાધિનિરૂપણ નિર્વિકપ સમાધિમાં સ્થિત થયેલ યોગી પરમાનંદને અનુભવ કરે છે. જે ત્યાં આનંદ અનુભવ ન માનીએ તે સમાધિથી વ્યથિત થયેલા યોગીને જે આનંદની સ્મૃતિ થાય છે તે આનંદની સ્મૃતિ ન થવી જોઈએ, કેમકે મૃતિ અનુભવેલા વિષયની થાય છે, માટે અનુમાન વડે જાણવામાં આવે છે કે તે કાલે યોગીને પરમાનંદને અનુભવ થાય છે. આવા યોગીની સમસ્ત અવિદ્યારૂપ ગ્રંથિઓનું ભેદન થાય છે. તેમનાં સર્વ શુભાશુભ કર્મોના સંસ્કારને વિનાશ થાય છે, અને તેમનું અંતઃકરણ અત્યંત સ્વચ્છ થવાથી તે યોગીને વિનાયત્વે આત્મસ્વરૂપનું અંતર્મહાર કુરણ થાય છે.
હોગીન કાલવંચનને (કાલને પાછો વાળવાને ) તથા વિદેહમુક્તિનો પ્રકાર શ્રીખેચરીપટલમાં નીચે પ્રમાણે દર્શાવેલ છે –
" यदि वंचितुमुद्युक्तः कालं कोलविभागवित् । कालस्तु यावव्रजति तावत्तत्र सुखं वसेत् ॥१॥ ब्रह्मद्वारार्गलस्याधो देहं कालप्रयोजनम् । तस्मादूर्ध्वपदं देहं न हि कालप्रयोजनम् ॥२॥ यदा देव्यात्मनः कालमतिक्रांतं प्रपश्यति । तदा ब्रह्मर्गलं भित्त्वा शक्तिं मूलपदं नयेत् ॥३॥ शक्तिदेहप्रसूतं तु स्वजीवं चेंद्रियैः सह। तत्तत् कमणि संयोज्य स्वस्थदेहः सुखं चरेत् । अनेन देवि योगेन वंचयेत्कालमागतम् ॥४॥" "यदा तु योगिनो बुद्धिस्त्यक्तुं देहमिम भवेत्। तदा स्थिरासनो भूत्वा मूलाच्छक्ति समुज्ज्वलाम् ॥१॥ सूर्यकोटिप्रतीकाशां भावयेञ्चिरमात्मनि । आपादतलपर्यंतं प्रसृतं जीवमात्मनः ॥२॥ संहृत्य क्रमयोगेन मूलाधारपदं नयेत् ।