________________
२८४ શ્રીગકૌસ્તુભ
[ પંદરમી શ્રીપતંજલિમુનિએ પણ નીચેના સૂત્રથી એજ વાર્તા પ્રતિપાદન કરી છે –
"विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः॥"
અર્થ-વૃત્તિઓના અભાવનું કારણ છે પરવૈરાગ્ય તેના અભ્યાસથી ચિત્તની જે સંસ્કારશેષ અવસ્થા તે અય એટલે સંપ્રજ્ઞાતસમાધિથી ભિન્ન અસંપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે.
ચિત્તને આત્મામાં વિર્ય કરવાની અન્ય રીતે શ્રીકૃષ્ણયજુર્વેદની કઠોપનિષદ્દમાં નીચે પ્રમાણે કહી છે –
" यच्छेद्वाड्:मनसी प्राशस्तद्यच्छेज्ज्ञान आत्मनि । ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छांत आत्मनि ॥" ' અર્થ–બુદ્ધિમાન સાધક વાણીને પ્રત્યાહા ની રીતિથી મનમાં વિલય કરે, અર્થાત ભાષણ તથા જપાદિકનો પરિત્યાગ કરીને કેવલ મનના વ્યાપારથી મુંગા પુરુષની પેઠે સ્થિત થાય, પછી મનને વિશેષાહંકારમાં (હું અમુક અમુકને પુત્ર છું ઈત્યાદિ વ્યઅિહંકારમાં) વિલય કરે, અર્થાત મનના સંકલ્પવિકલ્પરૂપ વ્યાપારને 'રિત્યાગ કરીને કેવલ અહંભાવથી સ્થિત થાય. પુનઃ અહંભાવરૂપ વિશે હંકારને સામાન્યાહંકારમાં (તંદ્રાવાળાની પેઠે શરીરના અભિમાનવિનાના માત્ર હું છું એવા અહંકારમાં) વિલય કરે, અને તે સામાન્ય કારને શાંતાત્મામાં (નિરુપાધિક આત્મામાં) વિલય કરીને સ્થિત હાય.
ચિત્તજયની મુખ્ય ચાર યુક્તિઓ છે. અધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિ, તત્ત્વવિદ્ પુને આદરપૂર્વક સમાગમ, વિષયવાસનાને પરિત્યાગ ને પ્રાણની ગતિને નિષેધ. અધ્યાત્મવિદ્યા સર્વ દશ્ય પદાર્થના મિથ્યાપણને ને દ્રષ્ટાના સ્વપ્રકાશપણાને બંધ કરે છે, અને તેથી મન સ્વગેચર દોમાં પ્રયોજનના અભાવને જાણીને તથા પ્રોજનવાળા કક્કામાં પિતાનું અસમર્થપણું જાણુને ઈધનવિનાના અશ્ચિન. પેઠે પિતાની મેળે શાંત થાય છે. સદ્દગુરુએ બંધ કર્યા છતાં પણ જે પોતાની બુદ્ધિના -મંદપણને લીધે બ્રહ્મતત્વને સમ્યપ્રકારે સમજી શકતા નથી, અને