Book Title: Yog Kaustubh
Author(s): Nathuram Sharma
Publisher: Anandashram

Previous | Next

Page 304
________________ પ્રભા] સમાધિનિરૂપણ " सलिले सैंधवं यद्वत्साम्यं भजति योगतः ।...: तथाऽऽत्प्रमनसोक्यं समाधिरभिधीयते ॥" શોપિt I , ભાવાર્થ-જે ધ્યેયસ્વરૂપને પામીને મન જ્યારે પિતાનું અપમાન કરે છે, અર્થાત પિતાના સ્વરૂપને પરિત્યાગ કરે છે ત્યારે તે સમાધિ કહેવાય છે. જેવી રીતે સમુદ્રમાં પડેલું જલબિંદુ સમુદ્રની સાથે અભિન્ન થઈને સ્થિત થાય છે તેવી જ રીતે જ્યારે બેયવસ્તુમાં પ્રાપ્ત થયેલું મન એયવસ્તુથી અભિન્ન થઈને સ્થિત થાય છે ત્યારે તે સમરૂપ સમાધિને પ્રાપ્ત થાય છે. તે ધ્યાનજ જ્યારે બેયમાત્રને પ્રકાશ કરનારું અને પિતાના સ્વરૂપથી શૂન્યજેવું થાય છે ત્યારે તે સમાધિ કહેવાય છે. જલમાં પડેલું લવણ જેમ જલના યોગથી જલપણાને પામે છે તેમ આત્મા અને મનનું જે એકપણું તે સમાધિ કહેવાય છે. રાજગ, ઉન્મની, મને”ની, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય અમરત્વ, લય, તત્વ, શૂન્યાશૂન્ય, પરમપદ, અમનસ્કભાવ, અદ્વૈત, નિરાલંબ, નિરંજન, જીવન્મુક્તિ, સહજાવસ્થા ને તુર્યાવસ્થા એ સમાધિના પર્યાય છે. ધારણા, ધ્યાન ને સમાધિ જે ક્રમથી એકજ વિષયમાં કરવામાં આવે છે. તે સંયમ કહેવાય છે. શ્રીપતંજલિ મુનિએ પણ “ વત્ર સંગમ: ” (ધારણું, ધ્યાન ને સમાધિ એકજ વિષયમાં કરવામાં આવે તે સંયમ કહેવાય છે) એ સૂત્રથી સંયમનું લક્ષણ એમજ દર્શાવ્યું છે. ધારણા, ધ્યાન ને સમાધિ એ ત્રણ થગનાં અંતરંગ સાધન છે, ને યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર એ પાંચ ગનાં બહિરંગ સાધન છે. ગીઓ સમીપના (સાક્ષાત ઉપકાર કરનાર) સાધનને અંતરંગ સાધન ને દૂરના (પરંપરાએ ઉપકાર કરનાર) સાધનને બહિરંગસાધન કહે છે. એ સંયમરૂપ યોગની પ્રાપ્તિ ચિરકાલ યત્ન કરવાથી થાય છે. શ્રીયોગ

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352