________________
પ્રભા]
ધારણનિરૂપણ
સુખદુઃખાદિક સર્વે કલેશાથી મુક્ત થાય છે. - મનને એક વિષયમાં જોડવું ઘણું કઠિન છે માટે ખેદ પામ્યા વિના ઉત્સાહપૂર્વક આ ધારણનો અભ્યાસ કરવો જોઈએ. શ્રીગૌડ પાદાચાર્યું પણ નીચેના વચનથી એકજ કહ્યું છે – - “
હુરાઘવંદુના ___ मनसो निग्रहस्तद्वद्भवेदपरिखेदतः ॥"
અર્થજેવી રીતે દર્ભના અગ્રભાગવડે લીધેલા એકેક બિંદુ વડે સમુદ્રનું ઉલેચવું (ઉલેચવાનું ફલ) ખેદ પામ્યા વિના યત્ન કરવાથી ટીંટાડાંને થયું છે તેવી રીતે મનને નિગ્રહ ખેદ પામ્યા વિના યોગ્ય યત્ન કરવાથી થાય છે. - વિવેચન --કઈ ટીટોડે પોતાની સ્ત્રી સહિત સમુદ્રના તીરપર રહેતું હતું. એક વેલા સગર્ભા થયેલી ટીંટડીએ ટટાડાને કહ્યું કે –“મારે ઇંડાં મૂકવાનો સમય સમીપ આવ્યો છે માટે આપણે સમુદ્રના તીરથી ઘરના કોઈ સૂકા સ્થાનમાં જઈએ, ને ત્યાં હું મારાં ઇંડાં મૂકે, કે જેથી ઈડને માટે સમુદ્રનું ભય ન રહે.” ટીટેડે ઉત્તર આપ્યું કે:-“સમુદ્રનું ભય રાખવાનું તારે કાંઈ કારણ નથી, માટે તું સમુદ્રના તીરપર ઇંડાં મૂકજે.” ટીટેડીએ કહ્યું કે હે પ્રાણનાથ! આ સમુદ્ર પિતાની સંપત્તિથી. પિતાના મોટા શરીરથી અને બલવાને સંબંધિજનો ને મિત્રોથી ઉન્મત્ત છે, તે આપણું ઈંડાને પોતાની લહરીથી અવશ્ય લઈ જશે, માટે અહીં ઇંડાં મૂકવાં એ મને ભયભરેલું લાગે છે.” ટીંટડાએ કહ્યું કે –“તું પતિવ્રતા છતાં મારી આજ્ઞાનું ઉલ્લંઘન શામાટે કરે છે? હું કહું છું કે તું અહીંજ ઇંડા મૂકજે, જે સમુદ્ર આપણું (ઇંડાં લઈ જશે તે હું તેનું શોષણ કરીને તેની પાસેથી આપણાં ઇંડાં પાછાં લઈશ, માટે તારે સમુદ્રનું. ભય રાખવાને કાંઈ કારણ નથી. પિતાના પતિનાં આવાં વચનો સાંભળી ટીટોડીએ સમય આવે પિતાનાં ઇંડાં સમુદ્રના તટપર મૂક્યો, પછી તે બંને હાર મેળવવા માટે અન્ય સ્થાનભણી ઊડી ગયા.