________________
२७८
શ્રીગૌસ્તુભ
[ચૌદમી
માયિક પદાર્થોમાં વિતૃષ્ણ થવાની શુદ્ધભાવના રાખી સ્વકર્તવ્ય સમજી, શ્રીસદ્દગુરુએ ઉપદેશ કરેલી રીતે એકનિષ્ઠાથી ધ્યાન કરવામાં આવે તેમજ તે ધ્યાન પોતાના પરિપાકપ સમાધિને ઉત્પન્ન કરવા સમર્થ થાય છે, અન્યથા તે સમાધિને ઉપકાવવા સમર્થ નથી.
પાંચ ઘડીથી ઉપરાંત પ્રાણને બ્રહ્મરંધ્રમાં કિવા સ્વાભિમત ચક્રમાં લય રહે એ હઠગનું ધ્યાન છે, ને એક રાત્રિદિવસપર્યત (૬) ઘડપત) બેયમાં મનને લય રહે તે હઠાગના ધ્યાનની પરિપકવ અવસ્થા ગણાય છે. પાંચ ઘડીઉપરાંત બેયાકાર ચિત્તવૃત્તિ રહે તે રાગનું ધ્યાન જાણવું.
શ્રીછાંદેપનિષદ્દમાં શ્રીસનકુમારે શ્રીનારદપ્રતિ ભૂમવિદ્યાને ઉપદેશ કર્યો છે તેમાં પ્રસંગવશાત શ્રીનારદમ ધ્યાનનો મહિમા નીચે પ્રમાણે કથન કરવામાં આવ્યો છે – _ "ध्यायतीव पृथिवी ध्यायतीवांतरिक्षं ध्यायतीव द्यौायंतीवापो ध्यायंतीव पर्वता ध्यायनीव देवमनुष्या. स्तस्माद्य इह मनुष्याणां महतां प्राप्नुवंति ध्यानापादांशा इवैव ते भवंत्यथ येऽल्पाः कलहिनः पिशुना उपवादिन. स्तेऽथ ये प्रभवो ध्यानापादांशा इव ते भवंति ધ્યાનgvia ” | ભાવાર્થ-પૃથ્વી જાણે ધ્યાન કરે છે, એ તરિક્ષ જાણે ધ્યાન કરે છે, ઘી (આકાશ) જાણે ધ્યાન કરે છે, જલ જાણે ધ્યાન કરે છે, પર્વતે જાણે ધ્યાન કરે છે, દેવતા જાણે ધ્યાન કરે છે, ને મનુષ્ય જાણે ધ્યાન કરે છે, માટે જેઓ મહત્તાને પ્રાપ્ત થાય છે તે સર્વે ધ્યાનના ફલના એક અંશે પ્રાપ્ત થાય છે તથા જે ક્ષદ્ર કલહ કરનાર, પક્ષ નિદા કરનાર ને સંખ નિદા કરનાર થાય છે તે સર્વે ધ્યાનના અભાવે થાય છે. જે પ્રભુતાવાળા છે તે ધ્યાનના ફલના એક અંશથી થાય છે માટે હે નારદ ! તમે ધ્યાનની ઉપાસના કરો.