________________
પ્રભા ]
ધારણનિરૂપણ પિતાના સ્થૂલશરીરને વિશાલ પડછાયો જોવામાં આવશે. તે ૫, છાયામાં અપૂર્ણતા જણાય તે ભવિષ્યમાં શું શું બનશે તે અન્યત્ર દર્શાવેલું છે એટલે અત્ર તે જણાવવાની અગત્ય રહેતી નથી. આ ધારણને છાયાપુની ધારણા કિવા વિરપુરુષની ધારણ કહેવામાં આવે છે. આ કારણે પણ સામાન્યપણે ચિત્તને સ્થિર કરવામાં ઉપયોગી છે.
હદયકમળમાં રહેલા ચેતનમાં, નાભિની પાછળના ભાગમાં રહેલા ચેતનમાં, મૂલાધારમાં રહેલા ચેતનમાં, તાળવામાં રહેલા ચેતનમાં, નાસિકાનો બહાર બાર ચોવીશ કે છત્રીશ આગળ દર. રહેલા ચેતનમાં, તાળવાની ઉપર બાર આંગળ પર રહેલા ચેતનમાં, નેત્રદ્વારા નીકળતી વૃત્તિ કોઈ પણ પદાર્થના કે પ્રાણીના ઉપર જાય, તે બેની (નેત્ર તથા તે પદાર્થ કે પ્રાણીની) વચ્ચે રહેલા ચેતનમાં, પિતાના સ્થૂલશરીર જેટલું ચેતન રેકર્યું હોય તેટલા ચેતનમાં, પુત્રાદિ પ્રિય પ્રાણના સ્થૂલશરીરે જેટલું ચેતન રોક્યું હોય તેટલા ચેતનમાં, સૂર્ય અદિ તારાઓમાંના કોઈ એક તારાએ રેકેલા ચેતનામાં, ગુરુ આદિ ગ્રહોમ ના કોઈ એક ગ્રહે રેકેલા ચેતનમાં, ચંદે રાકેલા ચેતનમાં, આકાશે રેકેલા ચેતનમાં, શ્રીસદ્દગુરુના પૂલશરીરે રેલા ચેતનમાં, શ્રીમહેધરના લિગે વા પ્રતિમાએ રોકેલા ચેતનમાં, શ્રીવિષ્ણુની પ્રતિમાએ રેકેલા ચેતનમાં, શ્રીગણપતિની પ્રતિમાએ રેકેલા ચેતનમાં, શ્રીસૂર્યની પ્રતિમાએ રોકેલા ચેતનમાં, શ્રીભગવતીની પ્રતિમાઓ રેકેલા ચેતનમાં, અન્ય કોઈ પણ દેવની પ્રતિમાએ રેકેલા ચેતનમાં, પ્રણવે વા શ્રી ઈશ્વરના કોઈ પણ નામે અથવા કોઈ પણ મંત્રના અક્ષરે વા અક્ષરોએ રેકેલા ચેતનમાં, કોઈ પણ પ્રિય પદાર્ચે રેકેલા ચેતનમાં ને માયાએ રેકેલા ચેતનમાં પણ મનને સ્થિર કરવાના પ્રયત્નરૂપ ધારણ થઈ શકે છે. એ ધારણુઓમાંની કોઈ પણ એક ધારણાને અભ્યાસ કરવાથી પણ ચિત્ત બ્રહ્મમાં એકાગ્ર, થવા લાગે છે.