________________
શ્રીગૌસ્તુભ
[તેરમી
ઘણું સૂર્ય તથા ઘણું ચંદ્રોના સાક્ષાત્કારને અનુભા સાધકને થાય છે.
ભ્રમરગુહાની ધારણાને અગોચરી મુદ્રા, બ્રહ્મરંધ્રની ધારણાને ખેચરી મુદ્રા ને બ્રહ્મરંધની ઉપર બાર આંગળપર ધારણ કરવામાં આવે તેને ઉન્મનીમુદ્રા કહેવામાં આવે છે.
આધારાદિ કોઈ પણ ચક્રમાં અંતઃકરણની છત્તિને સ્થાપીને અને શરીરના બહિ:પ્રદેશમાં ચક્ષુને નિમેષોન્મેષરહિત રાખીને સ્થિર થવું તે શાંભવી મુદ્રા કહેવાય છે.
બંને નેત્રને અર્ધ ઊધડેલી સ્થિતિમાં રાખો પ્રાત:કાલે તથા સાયંકાલે જમણું નેત્રમાં સૂર્યની ને ડાબા નેત્રમાં ચંદ્રની ધારણ કરવાથી કેટલેક કાલે સાધકને સૂર્યચંદ્ર જેવા પ્રકાશિત ગોળાને સાક્ષાકાર થાય છે. પછી તે સાધકે જમણું નેત્રમાં ચંદ્રની ને ડાબા નેત્રમાં સૂર્યની ધારણા કરવી. આ ધારણું પકડ થવાથી પાછી ચંદ્રસૂર્યના જેવા ગેળા દેખાવા માંડશે. આમ થયા પછી હૃદયપ્રકાશમાં સૂર્યચંદ્રની ધારણું કરવી. ત્યાં ધારણ કરવાથી ચંદ્રના સાક્ષાત્કાર ઉપરાંત કેટલીક વિલક્ષણ વિશ્વરચના પણ જોવામાં આવે છે.
દિવસે આકાશભણી દૃષ્ટિને સ્થિર સ્થાપવાથી શાંત પ્રકાશયુક્ત નાના પ્રકારના વિસ્ફલિગે ગતિ કરતા જોવામાં આવે છે. તે વિસ્ફલિગમાં ધારણ કરવાથી પણ ચિત્ત શાંતિને પામે છે.
આકાશ અભ્રવિનાનું નિર્મલ હેય, ચંદ્ર પરથી મેળપર્વતની કોઈ પણ કલાથી પ્રકાશ હાય, ને સાધકના શરીરને પડછાયો ત્રણ હાથથી માંડીને છ હાથસુધીના કોઈ પણ પરિમાણમાં પડતા. હોય તે વેલા સાધકે ઊઘાડા વિજસ્થાનમાં ઉભા રહી પિતાના પડછાયાના શિરેબિદુપર નેત્રદ્વારા નીકળેલી અંતઃકરણની વૃત્તિને સ્થાપવી. અ૮૫ સમય ( લગભગ દશથી પંદર મિનિટ ) આવી રીતે વૃત્તિ સ્થાપવાથી પડછાયાની આસપાસ જ્યારે વિશેષ પ્રકાશ જણાય ત્યારે તેણે દૃષ્ટિને સીધી લંબાવી ઉંચે આકાશમાં લઈ જઈ મસ્તકના ઉપરના ભાગમાં સ્થિર સ્થાપવી. ત્યાં વૃત્તિ કરાવવાથી તે સ્થળે