________________
શ્રીયેગકૌસ્તુભ
[ ચાથી
રુધિરની શુદ્ધિ રાખવી, શરીરમાં રહેા અોગ્ય પદાર્થાને દૂર કરવા, ખાધેલા પદાર્થાને તથા તેના રસાતિ શરીરમાં ચિત સ્થાને પહેાંચાડવા, ને તે બધી ક્રિયાદ્નારા અંત:કરણ તથા ઇંદ્રિયાદિત સ્વસ્થ રાખવાં એ પ્રાણનું કામ છે. માટે પ્રાણુની શુદ્ધિપર મનુષ્યની શરીરસંપત્તિના આધાર છે.
३४ .
સૂર્ય, પૃથ્વી, શ્રડા, ઉપગ્રહા અને પ્રાણિશરીની વચ્ચે પરસ્પર ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે. આ ક્રિયા અને પ્રતિક્રિયા થવાનું સાધન પ્રાણ છે. પ્રાણુ એ એક ધણાજ સુક્ષ્મ અને ઇંદ્રિયે-થી ગ્રહણ ન થઈ શકે એવા પ્રવાહી પદાર્થ છે. ચરાચર સર્વે પ્રાણિપદાર્થોમાં તે રહેલા છે, અને તે સર્વ પ્રકારનાં કર્મ કરી શકે છે, તથા તેના સંસ્કારાને ગ્રહણ કરી શકે છે, અને સમય આવે તેનું કુલ આપી શકે છે.
થ
માણસના સ્થૂલશરીરમાં મજ્જાતંતુને સમૂહ અથવા નાડીશુદ્ઘરક્તવાહક .નાડીસમૂહ અને મલિનરક્તવાહક નાડીએ ાય છે. નાડીચક્રમાં લગાર પણ રુધિર હેતું નથી, પણ વિદ્યુતવાળા તૈલજેવા પ્રવાહી પદાર્થ હોય છે. શુદ્ધ રક્તવાહક અને અલિનરક્તવાહક નાડીએમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિર ડાય છે. મુખ્ય નાડીચક્રનું અને તેમાંથી નીકળતા ઝીણા મજ્જાતંતુઓનું પોષણ વિદ્યુતથી થાય છે, તે વિદ્યુત તેને શુદ્ઘરક્તવાહક તથા મલિનરક્તવાહક નાડીઓમાંથી મળે છે.
નાડીયાનું મુખ્ય સ્થાન, મસ્તક છે. તેમાંથી નાનામેટા મજ્જાતંતુ નીકળી તે સ્થૂલશરીરના બધા ભાગઉપર ફેલાયેલા છે. મલિનરક્તવાહક અને શુહરક્તવાહક નાડીઓના તંતુએ પણુ એજ પ્રમાણે સ્થૂલશરીરના બધા ભાગઉપર ફેલાયેલા છે. નાડીચક્રમાંથી નીકળેલા મજ્જાતંતુ જે શુદ્ધરક્તવાહક નાડીમાંથી નીકળેલી ઝીણી નળીઓની આસપાસજ હોય છે તેમાં રુધિરમાંની વિદ્યુ ખેંચી લેવાનું સામર્થ્ય હાય છે.