________________
૧૧૨
શ્રીગકૌસ્તુભ
[આઠમી
8 અસ્તેય, ૪ બ્રહ્મચર્ય, ૫ ક્ષમા, ૬ ધૃતિ, 9 દયા, ૮ આર્જવ, ૯ મિતાહાર અને ૧૦ શૌચ.
૧ અહિંસા કઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કોઈ પણ કાલમાં દેહ (મારવાનું વિચાર) ન કરો, અર્થાત્ મન, વાણી અને શરીરવડે કોઈ પણ પ્રાણીમે કઈ પણ પ્રકારે કદાપિ પીડા ન કરવી તે અહિસા કહેવાય છે.
સુલભતાથી ને નિર્દોષતાથી મળતા ભાઇ પાલાથી આ ભયંકર પેટની ભૂખ શમી જાય છે, તેમજ જેવું આ ણને દુઃખ થાય છે તેવુંજ બીજાં પ્રાણીઓને પણ તેમને હણવાથી દુઃખ થાય છે, એમ જાણી વિવેકીએ કેઈ પણ જંગમ પ્રાણીની હિંસા કરવી નહિ.
જેઓ પિતાના વાસ્તવિક સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા હોય, અર્થાત જેઓ શબ્દાદિ વિષયોથી રહિત ૨ વ્યંતરના પરમપવિત્ર આનંદને અનુભવી પરમાત્માના શાશ્વતપદને વિષે સ્થિર થવાની ઈચ્છા રાખતા હોય તેમણે અવશ્ય સાવધાનતાપૂર્વક અહિંસાધર્મ પાળ જોઈએ. જૂ, માંકડ, ચાંચડ, મચ્છર, મકડા, કીડીઓ અને એવાંજ બીજાં નાનાં પ્રાણીઓ જે મનુષ્યપ્રાણીને પ્રસંગોપાત્ત દુઃખ દે છે એટલે અત્ર તેનું સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા રહેતી નથી.
શ્રીમદ્ભાગવતના એકાદશસ્કંધના ૧૯મા અ યાયમાં નીચે પ્રમાણે બાર યમ તથા બાર નિયમ કહેલા છે –
અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, લજજા, અરે યય, (અપરિગ્રહ) ધર્મમાં વિશ્વાસ, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા ને અભય એ બાર યમ છે અને અંતરનું શૌચ, બહારનું શૌચ, જપ, તપ, હોમ, ધર્મમાં આદર, અતિથિને સત્કાર, મારું (પરમાત્માનું) જન, તીર્થોમાં ફરવું, પરના શુભને માટે ઉદ્યોગ, સંતોષ અને આચાર્યની સેવા એ બાર નિયમ છે.
ઈતિના જયદ્વારા આહાર, નિદ્રા, શીત, વાત ને આપને જય કરે એ યમ છે એમ પણ સિદ્ધજને કહે છે.