________________
૧૩૮ શ્રયોગકૌસ્તુભ
[ આઠમી તમોગુણ પદાર્થો પણ રોગીએ વર્ચ કરવા જોઈએ. પહેલાં રાંધેલું હેય ને પછી તેને ફરીથી ઊભું કર્યું હોય તે અન્ન, નેહ(ધૃત વા ચીકાશ)રહિત પદાર્થ, દૂષિત અન્ન અને જેમાં દુર્ગધ આવી ગયું હોય તે પદાર્થ એ સર્વ પણ યોગીએ ન વાપરવાં જોઈએ.
મધુર, રસવાળા–સ્નિગ્ધ, અંત:કરણને શાંતિ માં રાખનારા, આરોગ્યવર્ધક અને પવિત્ર ભક્સ તથા પેય પદાર્થો પોતાની પ્રકૃતિને વિચાર કરી યોગીએ પરિમિતપણે ખાવાપીવા જોઈએ.
અત્યાહારથી પ્રાણવહાનાડીઓ કાદિથી વ્યાકુળ થઈ જાય છે, ને અનાહારથી તે નાડીઓ પિત્તથી ઉષ્ણ થઈ જાય છે, તેથી પ્રાણને નિરોધ જોઈએ તેવી રીતે થઈ શકતો નથી, માટે જ શ્રીઅમૃતબિંદુઉપનિષદ્દમાં “અત્યાહારમનહર અને યોનો વિવર્જયેત ” (સુધાથી અત્યંત અધિક અને અત્યંત અલ્પ આહારને યોગીએ સર્વદા ત્યાગ કરવો) એ વક્ષવડે યોગીને અત્યાહાર તથા અનાહાર કરવાની ના કહી છે. શ્રીમદ્દભગવદ્દગીતામાં પણ એવાજ આશયથી નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે – __ "नात्यनतस्तु योगोऽस्ति न चैकांतमनश्नतः ॥"
અર્થ:–અત્યંત ભજન કરનારને તથા કેવલ ઉપવાસ કરનારને વેગ સિદ્ધ થતો નથી.
પ્રાણને જય થતાંસુધી ભેજનસંબંધી સર્વે નયમોનું મેક્ષસાધકે પાલન કરવાનું છે. અભ્યાસની દઢતા થયા પછી એવા નિયમના પાલનની વિશેષ અપેક્ષા નથી. શ્રીશિવસંહિતામાં પણ નીચેના કથી એમજ કહ્યું છે –
" अभ्यासकाले प्रथम कुर्यात् क्षीराज्यभोजम् । ततोऽभ्यासे दृढीभूते न तादृनियमग्रहः ॥"
અર્થ–પ્રાણાયામના અભ્યાસકાલમાં પ્રથમ ઘી અને દૂધયુક્ત નિગ્ધ ભજન કરવું જોઈએ. તે અભ્યાસ પરિપકવ થયા પછી તેવા નિયમની અપેક્ષા નથી.