________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણ
૨૩)
જેમ સૂષ્ટિમાં સર્વ બીજમંત્રમાં શ્રેષ્ઠ બીજમંત્રરૂપ * કાર મુખ્ય છે, અન્ય સર્વ દેવતાઓમાં શ્રી ઈશ્વર મુખ્ય છે ને જાગ્રદાદિ ચિત્તની ચાર અવસ્થામાં મને”ની અવસ્થા મુખ્ય છે તેમ અન્ય સર્વ મુદ્રાઓમાં ખેચરી મુદ્રા મુખ્ય છે.
જે જિનું છેદન કર્યા વિના જ ખેચરીને અભ્યાસ કરવો હોય તો તે નીચે પ્રમાણે કરો –
જ્યારે શિશિરઋતુના પંદર દિવસ શેષ રહે ત્યારે નીચેના ક્રમ પ્રમાણે ખેચરીમુદ્રાના અભ્યાસને આરંભ કરવો, અને પછી અઢી માસંપર્યત દિવસમાં ચાર વાર એ અભ્યાસ ચાલુ રાખવો. નીચે કહેલે સમયે યથાવિધિ અભ્યાસ કરવાથી તેટલા સમયમાં ખેચરી મુદ્રાની સામાન્ય સિદ્ધિ થશે.
સવારના સાત વાગે ને દશ વાગે, તથા સાંજના ચાર વાગે ને આઠ વાગે એમ પ્રત્યેક દિવસે ચાર વાર અભ્યાસ કરવો. પૂર્વાણના બે સમયના અભ્યાસમાં પ્રત્યેક અભ્યાસ અઢી અઢી ઘટિકાપર્યત (એક એક કલાસુધી ) કરે, ને અપરહણના બે સમયમાં પ્રત્યેક અભ્યાસ સવા સવા ઘટિકાપર્યત ( અર્ધા અર્ધા કલાક સુધી) કર .
પ્રથમ જમણા હાથની પ્રથમની ત્રણ આંગળીઓ પર થોડું માખણ લઈ ખિને બને તેટલી બહાર કાઢી જિલ્લામૂલપર પુનઃ
* સૃષ્ટિને સર્વ વ્યવહાર શાસ્ત્રાધારે ચાલે છે, એ શાસ્ત્રની પૂલ ઉત્પત્તિ વૈખરી વાણીથી થઈ છે; એ વૈખરી મધ્યમાંથી, મધ્યમા પયંતીથી ને પયંતી પરાથી ઉત્પન્ન થયેલી છે. એ ચાર વાણીનું તેમજ મનુષ્યની તથા સૃષ્ટિની ચાર અવસ્થાનું પ્રણવ એ સાંકેતિક ચિહન છે માટે જ તે સૃષ્ટિમાં અતિક બીજમંત્રરૂપે ગણાય છે.