________________
૪
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણ ભ કરનારી) મુદ્રા કહેવાય છે. કેટલાક યોગીઓ અને અશ્વિની"મુદ્રા પણ કહે છે. શુષ્કબસ્તિમાં અપાનનું આકર્ષણ કરવાનું પ્રયોજન નથી, ને આમાં પત્નથી અપાનનું આકર્ષણ કરવું પડે છે એટલે એ બેમાં ભેદ છે.
૧૨ દ્રાવણમુદ્રા સ્વસ્તિકાસને બેસી રોડા અનુમવિલેમપ્રાણાયામ કરી પછી જિને બ્રહ્મરંધ્રમાં ઊર્ધ્વ લગાડી, તથા શરીરમાંના પ્રાણવાયુને સુષષ્ણામાં ઊર્ધ્વ કરી, ત્યાંથી અમૃત દવાવી તેનું પાન કરવું તે દ્રાવણમુદ્રા કહેવાય છે. જે જિને કેવલ તાળવામાં જ ઊર્વે રાખવામાં આવે તે તે નમુદ્રા કહેવાય છે.
૧૩ આકર્ષણમુદ્રા સ્વસ્તિકાસને બેસી શરીરમાંના સર્વ વાયુનું શનૈઃ શનૈઃ નાભિભણી આકર્ષણ કરી તેને સુષમાં લાવે, અને પછી તે વાયુને બ્રહ્મરંધ્રમાં-સહસ્ત્રદલમાં–સ્થિર કરવો તે આકર્ષણમુદ્રા કહેવાય છે. આ મુદ્રા કેવલકુંભકનું ઉચ્ચ સ્વરૂપ છે.
૧૪ વશમુદ્રા સિદ્ધાસને બેસી માયાબીજનો (વ્હી) બલપૂર્વક દીર્ધ ઉચ્ચાર કરી પ્રાણપાનના આકર્ષણથી કુંડલિનીને વશ કરવી તે વશી મુદ્રા કહેવાય છે.
૧૫ ઉન્માદમુદ્રા પદ્માસને બેસી સર્વ દ્વારને એટલે શરીરમાંનાં નવ છિદ્રોને ધ કરી (તેમાંથી નીકળતા પ્રાણપ્રવાહને પાછો ઊલટાવી) મનસહિત પ્રાણને સુષુણાકારા બ્રહ્મરંધ્રમાં સ્થિર કરવો તે ઉન્માદમુદ્રા કહેવાય છે.