________________
પ્રભા]
ધારણનિરૂપણ
શિષ્યના અધિકારાનુસાર શ્રીસદ્દગુરુ એ ષોમાં જે ન્યૂનવિશેષ વિધિથી તે શિષ્યને ધારણ કરવાની આજ્ઞા આપે તદનુસાર તેણે તે ચક્રોમાં ધારણાને અભ્યાસ કરવો. યોગીશ્વર એવા શ્રીસદ્દગુરુના વચનમ દઢ વિશ્વાસ અને ચિત્તમાં નિર્મલ વૈરાગ્ય રાખી જે આગ્રહપૂર્વક ધારણાને અભ્યાસ કરવામાં આવે તેજ ધારણાના અભ્યાસની સિદ્ધિ થાય છે. આ ધારણાના અભ્યાસના પરિપાકથી સારી રીતે મનેય થઈ શકે છે, તેમજ કેટલીક સિદ્ધિઓ પણ તેને પ્રાપ્ત થાય છે, પણ ઉત્તમ ગસાધકે સ્વરૂપાવસ્થાનની ઈચ્છા રાખી સર્વદા વિવેકબુદ્ધિથી તે સિદ્ધિઓની ઉપેક્ષા જ કરવી જોઈએ, પરંતુ તેમાં આસક્તિ ન કરવી જોઈએ. નાસિકાના અગ્રભાગ પર યથાવિધિ ધારણ કરવાથી મને જયઉપરાંત દિવ્ય ગંધની પ્રાપ્તિ થાય છે. ભૂમધ્યમાં ધા રણું કરવાથી મને જય ઉપરાંત ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા દિવ્ય પ્રકાશને અનુભવ થાય છે. હપદ્મમાં શ્રીગુરુએ ઉપદેશ કર્યા પ્રમાણે તરંગરહિત ક્ષીરસાગરના સદશ ચિત્તસત્ત્વની યથાવિધિ ધારણ કરવામાં આવે તે મને ઉપરાંત ખદ્યોત, સ્ફટિક, વિદ્યુત, ઝાકળ, અભ્ર, પ્રકાશમય વાયુ, અગ્નિ, સૂર્ય ને ચંદ્રના જેવા તેજ:પુંજન અનુભવ થાય છે. ચિત્તની સ્થિરતા થયે શોકને અભાવ થવાને નિયમ હોવાથી ચા અભ્યાસથી કિવા બીજા કોઈ યોગ્ય અભ્યાસથી જ્યારે યોગસાધક, ચિત્ત એકાગ્ર થઈ સ્થિર-વિક્ષેપરહિત-થાય છે ત્યારે સાધકને કાભાવને અનુભવ થાય છે. કંઠકૂપમાં યથાવિધિ ધારણ કરવાથી મનના ધૈર્યસહિત સુધાપિપાસાને નિયમમાં લાવવાનું સામર્થ્ય આવે છે. જિવાના અગ્રભાગમાં ચિત્તની યથાવિધિ ધારણું કરવાથી મનની રિવરતા ઉપરાંત સાધકને દિવ્ય રસની ઉપલબ્ધિ થાય છે. જિહવાના મધ્યભાગમાં યથાવિધિ ધારણા કરવાથી મનોનિગ્રહ સાથે દિવ્ય સ્પર્શની પ્રાપ્તિ થાય છે. જિહ્વાના મૂલમાં યથાવિધિ ધારણું કરવાથી સાધકને મન ઉપરાંત દિવ્ય શબ્દને અનુભવ થાય છે. તાલુદેશમાં ચિત્તને યથાવિધિ ધારણ કરવાથી સાધકને મન ભૈર્ય