________________
પ્રભા ]
ધારણું નિરૂપણ
ઉચ્ચ અધિકારવાળાને કહેલા સમયની પૂર્વે અને મંદ અધિકારવાળાને કહેલા સમયની પછી પણ સિદ્ધ થાય છે.
આધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર, હૃદય, કંઠચક્ર, તાલુચક્ર, બ્રચક્ર, નિર્વાણચક્ર, (અજરામરચક્ર,) ને આકાશચક્ર, એ શરીરસંબંધી, *નવ ચકોને વિષે પણ શ્રીસદ્દગુરુએ ઉપદેશ કરેલા વિધિપ્રમાણે ધારણ થઈ શકે છે.
શરીરમાંના ષડશ આધારમાં ધારણ કરવાથી થનારાં ફલ સંક્ષેપમાં આ પ્રમાણે છે –
પગના અંગુષોના અગ્રભાગમાં ધારણ કરવાથી દષ્ટિની સ્થિરતા થાય છે વામપાદની પાનીથી અગ્નિસ્થાનને (સીવની ) દબાવી ત્યાં ધારણ કરવાથી શરીરમાંના અગ્નિની દીપ્તિ થાય છે. મૂલાધારનું સારી રીતે આકુંચન કરી ત્યાં ધારણ કરવાથી અપાનવાયુની સ્થિરતા થાય છે. મેઢ઼ાધારના ( લિંગચક્રના) સંકોચનવડે ત્રણ ગ્રંથીને ભેદ થાય છે. સ્વાધિષ્ઠાનમાંના પ્રાણને ઊર્ધ્વમુખ કરી ત્યાં ધારણા કરવાથી બિંદુસ્તંભન થાય છે. નાભિથી સહજ નીચે રહેલા સુષુણ્ણાના આગળના ભાગને સારી રીતે પશ્ચિમભણી ખેચી ત્યાં ધારણું કરવાથી મલમૂત્રનું અપપણું થાય છે. નાભ્યાધાથી કારને એકચિત્ત ઉચ્ચાર કરી ત્યાં ધારણ કરવાથી હત્યાનો વિકાસ થાય છે. કંડાધારમાં ધારણ કરી કંઠમલને ચિબુકવડે નિધિ કરવાથી ઇપિગલાને વાયુ સ્થિર થાય છે. ઘટિકાધારમાં જિહ્વાગ્રને ધારણ કરી
* " नवचक्रं कलाऽऽधार त्रिलक्ष्यं व्योमपंचकम् ।
રચત જ્ઞાનાસિ સ યો નામદાર છે ” ભાવાર્થ –-જે વેગી નવ ચક્ર, સોળ આધાર, ત્રણ લક્ષ્ય ને પાંચ આકાશને યથાર્યરીતે જાણતો નથી તે યોગી માત્ર નામધારક છે.