________________
પ્રભા ]
આસનનિરૂપણ
૧૯૩
પર આધાર રાખી સ્થિતિ કરવી તે વૃશ્ચિકાસન કહેવાય છે.
- ૯૮ દ્વિહસ્તભુજાસન બંને પગના મધ્યભાગે બંને ખભાપર રાખી, બંને હાથને ડોકની પછવાડે રાખી, બંને હાથનાં આંગળાં મેળવી પગને અધર રાખીને બેસવું તે દ્વિહસ્તભુજાસન કહેવાય છે.
૯૯ વિકેણાસન બંને પગને ઢીંચણથી ડાબાજમણું પાછા દબાવીને હાથ જોડીને સીધા બેસવું તે ત્રિકોણાસન કહેવાય છે. એક એક પગ ફેલાવવાથી અર્ધત્રિકેણુસન થાય છે.
૧૦૦ દિપીડનાસન બેસીને બંને પગની પાનીઓ નાભિથી થોડી નીચે રાખી, પગના પંજા ભૂમિભણી ત્રાંસા રાખી, બંને હાથ જોડીને સ્થિતિ કરવી તે કંદપીડનાસન કહેવાય છે. એક એક પગને એવી રીતે રાખવાથી અર્ધકંદપીડનાસન થાય છે.
સુચના –બાસનને અભ્યાસ પૂર્વાભિમુખે કિવા ઉત્તરાભિમુખે બેસી કરવાનો છે. આસનાભ્યાસ ચાલતો હોય ત્યારે અગ્નિની સમીપ બેસવું, સ્ત્રીસંગ, દુર્જનસંગ, માર્ગગમન, પ્રાત:કાલમાં ટાઢા જલથી સ્નાન, સૂર્યને ઘણું નમસ્કાર, માથાપર ભાર ઉપાડ, ને ઘણું ઉપવાસ કરવા એ સર્વ છેડી દેવાં. એકાંત, પવિત્ર, નિરુપદ્રવ ને રમ્ય સ્થાનમાં આસનાભ્યાસ કરે. કંબલ, મૃગછાલા કે વ્યાઘચર્મ પાથરી પર આસનાભ્યાસ કરવો. ઊઘાડી ભૂમિ પર આસનાભ્યાસ ન કરે.
લૌકિકવૈદિક કર્મોની પ્રવૃત્તિ તથા ઉત્સાહ ઘટાડવાથી તથા અનંતમાં ચિત્તવૃત્તિને જોડવાથી આસનની સિદ્ધિ વેલાસર થાય છે. અનંતમાં