________________
૨૦૦
શ્રીગકૌસ્તુભ
[ અગીઆરમી
---
--
---
----
છે, ને તેના દેવ સૂર્ય છે, અને સુષુષ્ણુનું અન્ય નામ સરસ્વતી છે, ને તેના દેવ અગ્નિ છે.
ચિત્તનાં બે બીજ છે, વાસના અને પ્રાણાયું. ચિત્ત અને પ્રાણ એ બેમાંથી એકને નિરોધ થયે બીજાને પણ નિરોધ થાય છે, કેમકે દૂધપાણીની પેઠે મિશ્રપણું પામેલાં અને તુલ્ય ક્રિયાવાળાં ચિત્ત અને પ્રાણુ છે. જ્યાં પ્રાણની પ્રવૃત્તિ થાય છે ત્યાં ચિત્તની પ્રવૃત્તિ થાય છે, અને જ્યાં ચિત્તની પ્રવૃત્તિ થાય છે, ત્યાં પ્રાણની પણ પ્રવૃત્તિ થાય છે, માટે એકને નાશ થયે સાસપક્ષીના જોડાની પેઠે બીજાને પણ નાશ થાય છે, અને એકની પ્રવૃત્તિ થયે બીજાની પણ પ્રવૃત્તિ થાય છે. વ્યુત્થાનને પામેલાં ચિત્તાદિ પરાભુખ થઈ દેહાદિને નિર્વાહ કરે છે, અને તે પ્રત્યક્ષુખે નિરે ધ થયે મોક્ષપદની સિદ્ધિ કરે છે. માટે બ્રહ્માદિક સુરગુરુઓ પણ કાલના ભયથી પ્રાણાયામપરાયણ રહે છે. આમ છે, માટે યોગસાધકે પ્ર ણજ્ય થતાં સુધી સિદ્ધગુરુના આદેશાનુસાર પ્રાણાયામને અભ્યાસ સતત કરે.
યોગસાધકે પ્રાણાયામથી કફાદિ દેને, પ્રત્યાહારથી પાતકને ધારણાથી દુઃખને અને ધ્યાનથી અનૈશ્વર્યને દાહ કરે. જેમ સુવર્ણ તપાવવાથી શુદ્ધ થાય છે તેમ ઇયિકૃત દેશે પ્રાણનિરે ધથી દગ્ધ થાય છે. - જે પ્રાણાયામ પૂરક, કુંભક ને રેચક, એવા ક્રમથી કરવામાં આવે તે વૈદિક પ્રાણાયામ ને જે પ્રાણાયામ રેચક, પૂરક અને કુંભક એવા ક્રમથી કરવામાં આવે તે તાંત્રિકપ્રાણાયામ કહેવાય છે. નીચેના લેકથી પણ એમજ કહેવામાં આવ્યું :–
पूरणादिरेचनांतः प्राणायामस्तु वैदिक ।।
વનgિriતઃ પ્રાણાયામતુ તાંત્રિક | " - ભાવાર્થ –આદિમાં પૂરક ને અંતમાં રેચક એ પ્રાણાયામ વૈદિક છે, ને આદિમાં રેચક ને અંતમાં પૂરક કરવામાં આવે તે પ્રાણાયામ તાંત્રિક છે.