________________
૧૯૮
શ્રીગૌસ્તુભ
[ અગીઆરમાં
વાયુને નાસાપુટકારા યત્નપૂર્વક બહાર કાઢી સ્થિર થવું તે રેચક પ્રાણાયામ, બહારના વાયુને નાસાપુટદ્વારા અંતર આકર્ષી સર્વે પ્રાણવહાનાડીએને પ્રાણથી પૂર્ણ કરી સ્થિર થવું તે પૂરક પ્રાણાયામ, ને રેચકપૂરકવિનાજ, શરીરમાંના વાયુને જ્યાંને ત્યાં ર. સ્થિર થવું તે કુંભપ્રાણાયામ કહેવાય છે. જો વાયુ ચલાયમાન થાય તે ચિત્ત ચલાયમાન થાય છે, અને જે વાયુ સ્થિર થાય તે ચિત્ત પણ સ્થિર થાય છે. વાયુ અને ચિત્તને સ્થિર કરવાથી પુરુષ દીર્ઘજીવી થાય છે, તેમજ તેને ઈશભાવ પણ પ્રાપ્ત થાય છે.
દેહ અને પ્રાણને સંયોગ તે જીવન કહેવાય છે અને તેનો વિયોગ તે મરણ કહેવાય છે, માટે પ્રાણનિરોધ કરે એ દીર્ઘજીવન ઈચ્છનારને પણ ઉપયોગી છે.
સ્થૂલશરીરમાંની નાડીઓમાં માલ ભરેલું હોવાથી પ્રાણવાયુ સુષુણામાં પ્રવેશ કરી શકતો નથી, ને તેથી તુર્ભાવસ્થા પ્રાપ્ત થતી નથી, અને તુર્યાવસ્થા પ્રાપ્ત થયા વિના મનુષ્યને મેક્ષ શી રીતે પ્રાપ્ત થાય ?
પ્રાણાયામના અભ્યાસવડે જ્યારે બધી નાડીઓ મલરહિત થઈ જાય છે, ત્યારે ગાભ્યાસી પ્રાણવાયુને રોકવામાં સર્ચ થાય છે,
નાડીઓને મલરહિત એટલે શુદ્ધ કર્યા વિના પ્રાણું રોકી શકાતો નથી, તથા ચાંચર્યો ને આલય આદિ રજ તમે ગુણના ધર્મો ચિત્ત આદિમાંથી નાશ પામતા નથી તેથી ચિત્ત માં ગાભ્યાસ માટે ઉત્સાહ તથા યોગ્ય સાહસ આવતાં નથી માટે અભ્યાસીએ પ્રકાશવાળી સાત્વિક બુદ્ધિવડે વિવેકપૂર્વક નિત્યપ્રતિ યથાશક્તિ પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામથી સુષુણાદિમાં રહેલ મલ નાશ પામે છે. તેથી પ્રાણનો નિરોધ કરવાને અભ્યાસી સમર્થ થાય છે. પ્રાણુનું અન્ય નામ વીરભદ્ર-કલ્યાણ કરવામાં પરાક્રમી-છે.
આ શરીરમાં પ્રાણુજ મુખ્ય છે. શ્રીશિવસ્વરદયમાં પણ નીચેના સંવાદવડે પ્રાણનીજ ઉત્તમતા દર્શાવી છે –