________________
૨૧૬
શ્રીયોગકૌસ્તુભ
[ અગીઆરમી
- આ ત્રણે પ્રકારની નેતિઓથી કપાલને તથા નાકનો મેલ તેમજ સ્કંધસંધિની ઉપરના રોગ દૂર થાય છે અને સાધકને સૂક્ષ્મ પદાર્થ દેખવામાં આવે એવી દિવ્યદૃષ્ટિ પ્રાપ થાય છે.
આ અને કફાદિ દૂર કરનારી અન્ય ક્રિયાને દિવસના પહેલા પ્રહરમાં ભોજન કર્યા પહેલાં કરવી જોઈએ. ભોજન કર્યા પછી તુરત આ ક્રિયા કરવાથી ઊલટી થવાનો સંભવ રહે છે, ને બીજા સમયમાં કરવાથી મલેષ્મની કે વરની પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે. આ ક્રિયા સિદ્ધ થયા પછી પ્યાલામાં પાણી કિવા દૂ ભરી નાસિકાનું એક છિદ્ર દબાવી રાખી બીજા છિદ્રવાટે તે પીવાનો આરંભ કર. એમ કરવાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે.
આ ક્રિયાના આરંભમાં ભલેષ્મની વૃદ્ધિવાળા સાધકને બે ત્રણ દિવસ સળેખમનાં ચિહનો જણાય છે, પણ તેથી તેણે ભય પામવું નહિ. ઘીને સહેજ ઉષ્ણ કરી તેને જમણા હાથની તર્જનીવડે નાકના છિદ્રોમાં ચઢાવવાથી શ્લેષ્મની ક્રમથી નિવૃત્તિ થઈ જશે. અભ્યાસીએ આરંભમાં થોડા દિવસ તેલ, બહુ મરયાં ને મીઠું ન ખાવાં, કારણકે તે ખાવાથી ગળામાં તથા કાકડીના ઉપરના ભાગમાં બળવા થાય છે, ને કઈ વેલાએ ઊધરસ પણ થઈ આવે છે
આમાં વર્ણવેલી નેતિઓના વિશેષ સ્પષ્ટ કરણ માટે ગ્રંથના પરિશિષ્ટમાં આપેલાં તેનાં ચિત્રો જુઓ.
૨ અક્ષદાતણ વડવાઈનું આશરે એક ગજ લાંબું, હાથના અંગૂઠા જેવું જાડું ને સીધું દાતણ લેવું, ને તેના ઉપરની છાલ કાઢી નાંખવી. પછી તેને સારે ને ખરે નહિ એ કૂચ અર્ધા આંગળજેટલી લંબાઈને આગળના ભાગમાં દાંતે ચાવીને કરે. કૂચ સિદ્ધ થયે તેને ખંખેરી