________________
પ્રભા]
પ્રાણાયામનિરૂપણ
૨૧૯
જગન્નાથીને કિવા મલમલન આશરે પંદર હાથ લાંબો ને ચાર આંગળ પહેબે કડકે લઈને તેને બે ત્રણ વાર ઊના પાણીથી ધોઈને શુદ્ધ કરોપછી આગળ કહેવામાં આવ્યું તે રીતે દંડધૌતિથી ગળામાંની ઉપજિના સ્પર્શની અસહનતા દૂર કરવી તથા નબળી મનના સાધકે આરંભમાં થોડા દિવસ સવારમાં મરીને ઉકાળો પીવે, કે જેથી ધૌતિની ક્રિયા કરતાં ઊલટી ન થાય. પછી એ લુગડાને એક છેડે હાથમાં રાખી બાકીનો ભાગ બીજે છેડેથી ગળાદ્વારાએ ઢેર જેમ લુગડું આવે છે તેમ ચાવી ધીરે ધીરે પેટમાં ઉતારી જા. આરંભમાં ધોડા દિવસ ધૌતિને દૂધમાં પલાળી દૂધની સાથે, પછી પાણીમાં પલાળી પાણીની સાથે, ને છેવટે સૂકી ઊતારવી. પછી નૌલિ કરીને બંને નલેને ફેરવવા, કિવા માત્ર ઉદરને સારી રીતે હલાવવું. આ પેલા બહારને છેડે દાંત અને હોઠથી સારી રીતે પકડી રાખો. ત્યા પછી મેઢાને ઊઘાડી બહારને છેડેથી તે ધૌતિને બંને હાથથી પકડી ઉપજિલ્લાની એક ગમથી ધીમે ધીમે તે બહાર ખેંચી કાઢવી, ને તેમાં વળગેલા કક્ષાદિ મલને પાણીમાં ધોઈ નાંખ, આ ક્રિયા કરવાથી પેટમાંના કફાદિ મલ દૂર થશે, અને ગુલ્મ, જવર, પ્લીહા, ઊધરસ, શ્વાસ ને કુછાદિ વીશ પ્રકારના કફના રોગ દૂર થશે, તેમજ દિવસે દિવસે આરોગ્યની, પુષ્ટિની ને બલની વૃદ્ધિ થશે. આ પ્રયોગ સાધનારને ફદિને વધારે કરનારી વસ્તુઓ અવગુણકારી છે. માટે તેણે તે ન ખાવી પીવી. ધૌતિના અભ્યાસને આરંભ કરતાં પ્રથમ એક હાથ ધૌતિ ગળવી, પછી બે હાથ ગળવી, એમ શનૈઃ શનૈઃ ગળવાને અભ્યાસ વધારવો. આ પદ્ધતિ માત્ર સામાન્યજ જાણવી. નિયમરૂપે ન જાણવી, તે યથાશક્તિ ગળવી એટલું તાત્પર્ય છે.
આ ધૌતિનું ચિત્ર પરિશિષ્ટમાં આપ્યું છે. જેને જિજ્ઞાસા થાય તેણે ત્યાં જવું.
વમનધતિને ગજકરણ પણ કહે છે. એનું વર્ણન આગળ આપવામાં આવશે.