________________
*
* *
* *
પ્રભા ] પ્રાણાયામનિરૂપણ
૨૨૯ છે તેથી સાધકની જિજ્ઞાસાની નિવૃત્તિ માટે હવે મહાધમુદ્રાનું નિરૂપણ કરાય છે.
૩ મહાધમુદ્રા મહાબંધમુદ્રામાં કહ્યા પ્રમાણે પગોની સ્થિતિ રાખી એકાગ્રબુદ્ધિવાળા ગોએ નાસિકાનાં બંને છિદ્રોથી પૂરક કરી ત્યારપછી વાયુની ઉપરનીચેની ગતિને જાલંધરબંધથી રાકવી, ને દૃષ્ટિ ભૂમધ્યમાં રાખવી. પછી બંને હાથની હથેળીઓ બંને પડખે ભૂમિને અડાડીને તે વડે શરીરને લગીર ઉચુંનીચું કરવું, ને અનુક્રમે બંને પગની પાનીથી સીવીને દબાવવી. આમ કરવાથી પવન ઇડપિગલાને ત્યાગ કરી સુષ્ણમાં પ્રવેશ કરે છે. ચંદ્રસૂર્યની સાથે સંબંધ રાખનારી ઈડપિગલાને ત્યાગ થવાથી ને અગ્નિની સાથે સંબંધ રાખનારી સુષણુનાડીને પ્રાણને તથા મનને સંબંધ થવાથી યોગીને આત્મસાક્ષાત્કાર દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. ઈડપિગલામાં પ્રાણને સંચાર બંધ પડે એટલે યોગીએ શનૈઃ શનૈઃ રેચક કરવો. આ મહાધમુદ્રાને સાવધાનતાથી ચિરકાલ અભ્યાસ કરવાથી યોગીના ચિત્તમાં અણિમાદિક માસિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. વળી શરીરમાં ઘડપણ આવ્યાથી ચામડીની કરચલી વાળી હોય તે તથા પળી અને ધ્રુજારો (કંપ) પણ મટે છે.
દિવસના આઠ પહોર છે, તે પ્રત્યેક પહેરમાં અભ્યાસીએ આ મુદ્રાના આ આઠ કુંભક ઉપર દર્શાવેલી રીતે કરવા. પુણ્યના સમૂહને વધારનારી ને પાપને વજૂની પેઠે નાશ કરનારી આ મુદ્રા છે.
૪ ખેચરી મુદ્રા કપાલની અંતરના છિદ્રમાં જિલ્ફા પ્રવેશ કરે, અને દૃષ્ટિ , ભૂટીના મધ્યમાં રહે તે ખેચરી મુદ્રા કહેવાય છે.