________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણ આ કુંભક કરતી વેલા જાલંધરાદિ બંધ કરવાની અપેક્ષા નથી.
૩ સીત્કારી પદ્માસન, સિદ્ધાસને અથવા સ્વસ્તિકાસને બેસી ને નાસાપુટને જમણા હાથના અંગૂઠા તથા અનામિકાકનિષ્ઠિકાથી બંધ કરી, બહારના પવનને સીત્કારપૂર્વક બે હેઠની વચ્ચે જીભને અર્ધગેલાકારે રાખી મુખદ્વારા અંતર પચે, ને પછી કુંભક કરે. અભ્યાસકાલમાં કે અભ્યાસ પછી પણ મોઢેથી પવનને નીકળવા દે નહિ, કારણ તેમ કરવાથી બલની હાનિ થાય છે, પછી નાસિકાનાં બને છિદ્રોથી શનૈઃ શનૈઃ રેચક કરો. આ કુંભકને સીત્કારી કહે છે. આ કુંભકથી શરીરની સુંદરતા વધે છે, ભૂખતરષ દુખ દેતાં નથી, આલસ્ય તથા નિદ્રાને જય થાય છે, શરીરમાં બલ વધે છે, બુદ્ધિબલ વધે છે, ને સાધકોગી શારીરિક સર્વ ઉપદ્રવથી રહિત થાય છે.
૪ શીતલી સાધકગી સિદ્ધાસને કે સ્વસ્તિકાસને બેસી, પક્ષીની નીચલી ચાંચની પેઠે પોતાની જીભને હેઠથી બહાર કાઢી બંને નાસાપુટને જમણા હાથના અંગૂઠા તથા અનામિકાકનિષ્ઠિકાથી બંધ કરી મેઢાવાટે બહારના પવનને અંતર ખેચી આખું શરીર પવનથી ભરે ને પછી કુંભક કરી વનનું યથાશક્તિ ધન કરે. કુંભકને સમય પૂરે થયે બંને નાસાપુટથી ધીમે ધીમે પવન છોડે. આ કુંભકને શીતલી કહે છે. જિલ્લાને મુખબહાર કાઢી તેવડે પવન આકર્ષવાની ક્રિયાને કેટલાક યોગીને કાકીમુદ્રા એવું નામ આપે છે. આ કુંભકથી ગુલ્મ,
પ્લીહા, વર તથા પિત્તવિકાર ઈત્યાદિ મટે છે. ભૂખતરષ ધીમે ધીમે નિયમમાં આવે છે. અને એ કુંભકની સિદ્ધિથી સર્પાદિના વિષથી યોગીને બાધા થતી નથી.