________________
પ્રભા ] પ્રાણાયામનિરૂપણ
૨છે " आचार्योद्योगसर्वस्वमवाप्य स्थिरधीः स्वयम् । यथोक्तं लभते तेन प्राप्नोत्यपि च निर्वृतिम् ॥"
અર્થ–શ્રીઅચાર્યદ્વારા સર્વ ગની પ્રાપ્તિ કરીને સ્થિરબુદ્ધિવાળો પિતે તેઓ વડે કહેલા વેગને તથા તેની સિદ્ધિને મેળવે છે.
શ્રીશ્વેતાશ્વતરે પનિષદ્દમાં પણ નીચેની શ્રુતિવડે શ્રીગુરુભક્તના હદયમાંજ ગવિદ્યાને આવિર્ભાવ થાય છે એમ જણાવ્યું છે –
" यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरौ। તચૈતે કથિત , પ્રારા મમઃ ”
અર્થ –જે પુરુષની ઈશ્વરમાં પરમ ભક્તિ હય, તથા ઈશ્વરની પેઠે પોતાના ગુરુમાં પણ પરમ ભક્તિ હોય તે મહાત્માને જ
ગરહસ્યનું પ્રતિપાદન કરનારી આ કૃતિઓના અર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે.
શ્રીમનુસ્મૃતિમાં પણ શ્રીગુરુની સેવાવડેજ વિદ્યાની પ્રાપ્તિ નીચેના શ્વેકદ્વારા જણાવી છે –
यथा खनन्खनित्रेण नरो वार्यधिगच्छति । तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति ॥"
અર્થજેમ મનુષ્ય કદાળવડે પૃથ્વીને ખોદીને પાણી મેળવે છે તેમ શ્રીગુરુની સેવા કરનારો તેમની સેવા કરીને તેઓના હૃદયમાં રહેલી વિદ્યા મેળવે છે.
નીચેના સૂત્રવડે શ્રીસાંખ્યદર્શનમાં પણ શ્રીકપિલભગવાને એજ વાત વર્ણવી છે"प्रणतिब्रह्मचर्योपसर्पणानि कृत्वा सिद्धिर्बहुकालात्तद्वत् ॥"
અર્થ –જેમ શ્રીસદ્દગુરુને નમસ્કાર કરીને, બ્રહ્મચર્ય પાળીને, અને શ્રીસદગુરુની સેવા કરીને ઈ લાંબે કાલે જ્ઞાનસિદ્ધિ મેળવી હતી તેમ બીજા જિજ્ઞાસુને પણ એવી રીતે વર્તવાથી જ્ઞાનસિદ્ધિ થાય,