________________
૨૦૪
શ્રીગકૌસ્તુભ
[ અગીઆરમી
પ્રાણાયામ ત્રણ પ્રકારના છે, બાહ્ય, આભ તર ને સ્તંભવૃત્તિ. પ્રશ્વાસપૂર્વક પ્રાણની ગતિને અભાવ તે બાહ્ય, શ્વાસપૂર્વક પ્રાણની ગતિને અભાવ તે આત્યંતર ને બંનેની ગતિને પ્રભાવ તે સ્તંભવૃત્તિ કહેવાય છે. આ ત્રણેને ક્રમે કરીને રેયપ્રાણાયામથી, પૂરકપ્રાણાયામથી ને કુંભકપ્રાણાયામથી અભેદ જાણ.
સર્વ યોગસાધનમાં પ્રાણાયામ મુખ્ય છે, કારણકે તે સિદ્ધ થવાથી પ્રત્યાહારાદિ સિદ્ધ થાય છે.
પ્રાણાયામ કરી રહ્યા પછી જે પરસેવો આવે તે પરસેવાથી તૈલાભંગની પેઠે અભ્યાસીએ પિતાના શરીરને ચે ળવું, કેમકે તેમ કરવાથી શરીરની સ્થૂલતા તથા જડતા નાશ પામે છે.
પ્રાણાયામના અભ્યાસથી શરીરમાંના કાદિનું શોષણ થાય છે માટે અભ્યાસ કરનારે પ્રથમકાલમાં દૂધ અને વૃતયુક્ત ભેજન કરવું. અભ્યાસ સિદ્ધ થયા પછી આ નિયમ પાળવાની આવશ્યક્તા નથી. - પૂરકેલા મૂલબંધ રાખો, ને પૂરક કર્યા પછી મૂલબંધસહિત જાલંધરબંધ કરે, અને રેચકના આરંભમાં મૂલબંધસહિત ઉઠ્ઠીયાનબંધ કર, આસન સિદ્ધ કરી, આહારને નિયમમાં રાખી, બંધયુક્ત પ્રાણુયામ કરવાથી બધા રે નાશ પામે છે. - આસનબંધાદિક વિધિયુક્ત પ્રાણાયામથી જ્યાં નાડીને સમૂહ શુદ્ધ થાય છે, ત્યારે ધાતુની વિષમતાથી થયેલા સર્વ રોગ નાશ પામે છે, અને બંધવિના અયુક્તિથી પ્રાણાયામ કરવાથી હિડકી, શ્વાસ, ઉધરસ, વર તથા આંખના કાનના અને માથાના રોગે ઉત્પન્ન થાય છે.
જેમ સિહ વનહસ્તી તથા વ્યાધ્ર યુક્તિપૂર્વક પ્રયત્ન કરવાથી શનૈઃ શનૈઃ વશ થાય છે તેમ વાયુ પણ અભ્યાસથી ધીરે ધીરે વશ થાય છે. જે તેને સહસા ગ્રહણ કરવામાં આવે છે તે સિંહાદિની પેઠે અભ્યાસીને નાશ કરે છે.