________________
૧૭૦ શ્રીગકૌસ્તુભ
[દશમી ડાબે પગ પૂર્વભણી લાંબે કરી જમણે પગે ઊભા રહેવું તે દક્ષિણપાદાસન કહેવાય છે.
૨૦ ધનુરાસન બેસીને બંને પગ સીધા લાંબા કરી બંને પગના અંગૂઠાને બંને વિપરીત હાથથી (જમણેથી ડાબે ને ડાબેથી જમણો એ રીતે) પકડવા, પછી એક પગ લાંબે રાખવો ને બીજા પગને કાન સુધી ખેંચીને લાવ તે ધનુરાસન વા આકર્ણધનુરાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસનથી આલસ્ય દૂર થાય છે, કુંડલિની ચલાયમાન થાય છે, ને ખેંચેલા પગભણીના શરીરના ભાગની નાડીઓમાંને પાન ઉર્વ થાય છે.
૨૧ દ્વિપાદશીર્ષાસન બેસીને બંને પગ માથાઉપર લાવી ડેકના પાછલ્યા ભાગ પર ચઢાવવા ને હાથ જોડીને સ્થિતિ કરવી તે દ્વિપાશીષસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણ માટે પરિશિઝમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. કેઈ યોગીઓ આ આસનને પાશિની મુદ્રા પણ કહે છે, ને આવી સ્થિતિ રાખી બંને કરતલે પૃથ્વી પર રાખીને શરીરને ઊપાડવાને વજેલી મુદ્રા કહે છે. આ બાસન કુંડલિનીને પ્રબોધ કરનારું તથા બિંદુને જ્ય કરનારું છે.
- વામપાદશીર્ષાસન તથા દક્ષિણપાદશીર્ષાસન બે આને અવાંતરભેદ છે. આ આસન કરતી વેલા બંને હાથથી પગનો પંજો પકડ..
બેસીને ડાબે પગ માથા ઉપર ચઢાવે તે વામપાદશીર્ષાસન કહેવાય છે, ને બેસીને જમણો પગ માયાઉપર ચઢાવે તે દક્ષિણપાદશીર્ષાસન કહેવાય છે.