________________
પ્રભા ]
આસનનિરૂપણ
૧૬૯
૧૬ અર્ધપાદાસન ઊભા રહીને ડાબા પગને ફણો જમણા પગના ઢીંચણના ઉત્તરના (ડાબા) ભાગમાં અડાડી રાખો તે અર્ધપાદાસન કહેવાય છે.
પગની સ્થિતિ બદલવાથી આ આસનને બીજો ભેદ થાય છે. પૂર્ણપાદાસન એ આ આસનનો અવાંતરભેદ છે. બંને પગે લેભા રહેવું તે પૂર્ણપાદાસન કહેવાય છે.
૧૭ શવાસન બંને હાથ તથા પગ લાંબા કરી મેં આકાશભણું રાખી સ્વસ્થપણે પીઠ પર ચતું શયન કરવું તે શવાસન કહેવાય છે. આનું અન્ય નામ મૃતાસન પણ છે. કેટલાક આ આસનને પ્રેતાસન, શાંતિપ્રદાસન ને શ નાસન પણ કહે છે.
યોગાભ્યાસ કરતાં થાક લાગે ત્યારે આ આસન કરવાથી ગાભ્યાસીને વિશ્રાંતિ મળે છે, ને શ્રમ દૂર થાય છે.
શવાસનની રીતે શયન કરી બંને ગોઠણ પાની તથા ઘુંટી અડાડી રાખી બંને હાથ માથાભણી લાંબા કરી રાખવાથી દંડાસન થાય છે.
૧૮ મકરાસન ઊંધા સૂઈને બંને હાથ માથાની બંનેભણી થઈ આગળ જાય તેમ લાંબા કરવા, ને તેના પંજા ઉપરના ભાગમાં અડેલા ને નીચે
ટા રાખવા, તથા પગ લાંબા કરી અડાડેલા રાખવા તે મકરાસન કહેવાય છે.
૧૯ વામપાદાસન જમણા પગ પૂર્વભણ (જેભણું આપણું મેં હેય તેભણું) લાંબો કરી ડાબે પગે ઊભા રહેવું તે વામપાદાસન કહેવાય છે.