________________
પ્રભા ] આસનનિરૂપણ
૧૭૩ ઉપરનાં બંને આસને બેસવાથી તે વેલા ઊંધ આવતી નથી, અને આલસ્ય તથા અપાનવાયુ વશ થાય છે.
૨૭ ઊર્ધધનુરાસન મોટું આકાશ ભણી રાખી બંને હાથ તથા પગ પૃથ્વીને અડાડી કમાન આકાર કરે તે ઊર્ધ્વધનુરાસન કહેવાય છે.
૨૮ વમસિદ્ધાસન ડાબા પગની પાની સીડનીમાં (બેસણમાં) ભરાવી જમણો પગ લાંબો કરીને બેસવું તે વામસિદ્ધાસન કહેવાય છે. આ
દક્ષિણસિદ્ધાસન એ ઉપરના આસનને અન્ય પ્રકાર છે. ”
જમણું પગની પાની બેસણમાં ભરાવી ડાબે પગ લાંબા કરીને બેસવું તે દક્ષિણસિદ્ધાસન કહેવાય છે.
૨૯ સ્વસ્તિકાસન બંને સાથળની નીચેના ભાગની તથા બંને પિંડીઓની વચ્ચે બંને પગના ફણ રાબી શારીરને સીધું રાખી બેસવું તે સ્વસ્તિકાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણ માટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસન સુસાધ્ય હોવાથી જપાદિમાં ઉપયોગી છે, ને શરીરનું આરોગ્ય જાળવનાર છે.
૩૦ સ્થિતવિકાસના મર્યાદાપૂર્વક (અદબ ભીડીને) પલાંઠી વાળીને સીધા બેસવું તે સ્થિવિકાસન કહેવાય છે.
ઉસ્થિતવિકાસન એ આને અન્ય પ્રકાર છે.
મર્યાદાપૂર્વક (અદબ ભીડીને) સીધા ઊભા રહેવું તે ઉસ્થિતવિકાસના કહેવાય છે.