________________
આસનનિરૂપણ
પ્રભા],
૧૮
પલ વૃષાસન ' જમણા પગને ગોઠણથી ત્રાંસે વાળી ભૂમિને અડાડી તે પગની પાની ગુદાનીચે રાખવી, ને ઢગરાના ડાબા ભાગની પાસે ડાબા પગનો પંજો ઊંધો રાખી તે પગને ઢીંચણ ભૂમિને અડાડીને બેસવું તે વૃવાસન કહેવાય છે.
૬૦ શલભાસન પ્રથમ ઊંધું રાયન કરવું, પછી બંને હાથનાં તાળાં છાતી પાસે ભૂમિને અડાડી મુખને પૃથ્વીથી પાંચ આંગળ આશરે ઉંચું રાખવું, ને પગને આશરે એક વેત ઉંચા રાખવા તે શલભાસન કહેવાય છે.
-
૬૧ ઉષ્ટ્રાસન ઊંધા સૂઈને બંને પગેને પીઠ પર લાવી જમણું પગના અંગૂઠાને જમણા હાથના અંગૂઠા તથા તર્જનીથી ડાબા પગના અંગૂઠાને ડાબા હાથના અંગૂઠા તથા તર્જનીથી પકડ, ને ઉદર તથા મુખનું સમ્યક્ પ્રકારે આકુંચન કરવું તે ઉષ્ટ્રાસન કહેવાય છે. આ આસનથી ચાલવાની શક્તિની વૃદ્ધિ થાય છે, ને સુધાતૃષા સહન કરવાનું બલ આવે છે.
| દર ભુજંગાસન પ્રથમ ઊંધું શયન કરી પગના અંગૂઠાથી નાભિ પર્યતને ભાગ ભૂમિને સ્પર્શ કરેલે રાખે ને નાભિથી ઉપરને માથાપર્યતને ભાગ બંને કરતલ નાભિને બંને પડખે પૃથ્વી પર ખેડી, ઉચે રાખવે તે ભુજંગાસન વા સર્ષાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર છે. આ આસનથી કુંડલિની જાગ્રત થાય છે, જઠરાગ્નિ વૃદ્ધિ પામે છે, ને શરીરમાં ખ્યાધિઓનું શમન થાય છે.