________________
પ્રભા ]
આસનનિરૂપણ
૧૮૧
જ
--
-
-
જમણા હીંચણપર ડાબું ઢીંચણ રાખીને બેસવું ને ડાબા હાથને બરડાની પાછળ થઈ જઈ ઊંચા કરી, ને જમણો હાથ માથાને પડખે કાનપાસે પાણી રહે એમ ઊંચે રાખી તે હાથે કાણુની નીચેનો ભાગ નીચે નમાવી પીવે તેને કેટલાક પગાભ્યાસીઓ ગોમુખાસન કહે છે.
૫૩ કુર્માસન બંને પગની એડીઓથી ગુદાને રોકી, બંને પગના ફણાને કાચબાના પાછલ્યા પગની પેઠે રાખી, સાવધાન થઈને સ્થિર બેસવું તે કુર્માસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસનથી અપાનસહિત વીર્યનું ઊર્વગમન, ઈદ્રિયોના બહિ:પ્રવાહનું સ્તંભન ને શરીરબલની વૃદ્ધિ થાય છે.
૫૪ ઉત્તાનકુર્માસન કાબા સાથળના મૂળમાં જમણો પગ ને જમણા સાથળના મૂલમાં ડાબે પગ રાખી બંને હાથ કુટાસનની પેઠે મધ્યમાં રાખી પછી બંને હાથ ઊંચા કરી તે હાથથી કને નીચી નમાવી બેસવું તે ઉત્તાનપુર્માસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ. આ આસન આલસ્યાને દૂર કરે છે, ને ઈદ્રિયને શાંત કરે છે.
- ૫૫ મત્સ્યાસન ડાબા સાથળપર જમણે પગ રાખીને તથા જમણ સાથળપર કાબે પગ રાખીને ચહુ સૂવું ને માથાપર પ્રથમ ડાબા હાથની કેણી રાખી પછી તે પર જમણા હાથની કોણી રાખવી તે ભસ્માસન કહેવાય છે. બંને હાથની કાણુઓ અવળી સવળી માથાની નીચે રાખી છે ઊંચી રાખવાથી પણ આ આસન થાય છે.