________________
પ્રભા ]
આસનનિરૂપણ
રર સ્થિરાસન .
જમણું પગને ફણે ડાબા પગની જાંગનીચે રાખીને અને ડાબા પગને ફણે જમણા પગની જગ નીચે રાખીને બેસવું, અર્થાત પલાંઠી વાળીને બેસવું તે સ્થિરાસન (શિષ્ટાસન) કહેવાય છે.
૨૩ વૃક્ષાસન બંને હાથના પંજ માથાપાસે સહજ ચત્તા રાખી તેની પાસે માથું ભૂમિથી ટેકાવી પગ સીધા લાંબા કરી પગના અંગૂઠા પાસે રાખી ઊંધે મસ્તકે રહેવું તે વૃક્ષાસન કહેવાય છે. આ આસનને મુંડાસન, કપાલાસન, શીર્ષાસન, વિપરીતકરણ ને નરાસન પણ કહેવામાં આવે છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસનથી પ્રાણજય શa થાય છે, માટે પ્રાણાયામનો ઉચ્ચ પ્રતિને અભ્યાસ કરનારે આ આસનને અવશ્ય અભ્યાસ કરે જોઈએ.
ઉપર જણાવેલી રીતે સ્થિતિ કર્યા પછી બેમાં એક પગ ગુદાને અડાડી રાખી સ્થિતિ કરવાથી અર્ધવૃક્ષાસન થાય છે.
વૃક્ષાસન કરી બે હાથ ભૂમિપર રાખી, શરીરને ઊંચું રાખવું તે મુક્તહસ્તક્ષાસન કહેવાય છે.
આ આસનના અભ્યાસથી જઠરાગ્નિની પ્રદીપ્ત, વીર્યનું રક્ષણ નેત્રબલની વૃદ્ધિ, સ્વથ નિદ્રાની પ્રાપ્તિ, માથાના દુઃખાવાની નિવૃત્તિ, પેટના રોગની નિવૃત્તિ, મગજની નબળાઈની નિવૃત્તિ, શરીરના બની વૃદ્ધિ, શરીરમનની રકૃતિ, ખેદની ને રીસની નિવૃત્તિ, હર્શના રાગનું રામન, પગના રોગોનું શમન વધરાવળની ને અંતર્ગળની નિવૃત્તિ, હીસ્ટીરીની નિવૃત્તિ, કર્ણરાગની નિવૃત્તિ, દમની નિવૃત્તિ, વિસ્મરણદેષની નિવૃત્તિ, યકૃતની ને બરેલની પીડાની નિવૃત્તિ, અપાનનો જય અને શ્વાસનું સમપણું એ લાભ થાય છે.