________________
પ્રભા ]
આસનનિરૂપણ
૧૫
૮ પશ્ચિમહાન * બેસી બંને પગ દંડની પેઠે સંમુખ લાંબા કરી બંને હાથથી, ઢીંચણની નીચેનો ભાગ ભૂમિથી ઉપડે નહિ એવી રીતે બંને પગ રાખી તે પગના અંગૂઠા ઝાલવા, ને લલાટને ઢીંચણપર રાખવું તે પશ્ચિમતાનનામનું આસન કહેવાય છે. આનાં જાનુશીર્ષકાસન તથા પશ્ચિમોત્તાનાસન એવાં અન્ય નામ પડ્યું છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું પમિતાનનું ચિત્ર જુઓ.
આ આસનથી પ્રાણનું સુષષ્ણુમાં વહન થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ઉદરના મધ્યભાગનું કુશપણું થાય છે, ને આરોગ્યની તથા નાડીઓના વળના સામ્યની પ્રાપ્તિ થાય છે.
૯ વાતાયનાસન ડાબા પગની પાની જમણુ સાથળના મૂલમાં ભરાવીને તેજ પગનું ઢીંચણ જમણુ પગની ઘુટીને અડાડીને હાથ જોડીને ઊભા રહેવું તે વાતાયનાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. પગની સ્થિતિ બદલાવવાથી આ આસનને બીજો પ્રકાર થાય છે.
૧૦ મયૂરાસન બંને હાથનાં તળાં આંગળાં પહેળાં રહે તે રીતે પૃથ્વી પર રાખી તે હાથને કેણુથી વાળી નાભિને પડખે ભરાવી શરીરને મેરની પેઠે બંને હાથના આધારથી અધર રાખવું તે મયૂરાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ.
ઓટાની ઉપર વા મજબૂત ને વજનદાર ટેબલ પર કેડની ઉપરનો ભાગ રાખી, નાભિને પડખે બંને હાથની કેણુઓ ભરાવી