________________
પ્રભા]
આસનનિરૂપણ
૧૬૩.
જમણા પગને ડાબા સાથળપર રાખીને ને ડાબા પગને જમણું સાથળની નીચે રાખીને બેસવું તે પણ વીરાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું વીરાસનનું ચિત્ર જુઓ.
પગની સ્થિતિ બદલવાથી આ આસનને બીજો ભેદ થાય છે. અર્ધપવાસનને પણ કેટલાક ગેઓ વીરાસન કહે છે.
આ આસને બેસવાથી આંખ ઓછી મીંટ મારે છે, ને અપાન ઊર્ધ્વ થવાથી શરીરબલ વધે છે.
પ પવનમુક્તાસન ડાબા પગની પાની ડાબા ઢગરાને અડાડીને તથા જમણું પગની પાની જમણ ઢગરાને અડાડીને બને ઢીંચણે બંને ખભાઆગળ રાખીને તે ઢીંચણથી • બહાર જમણે હાથથી ડાબા હાથની કોણી ઝાલવી તે ડાબા હાથથી જમણા હાથની કોણી ઝાલવી, એવી રીતે બંને ગેરણ વચ્ચે રાખી સ્વસ્થ બેસવું તે પવનમુક્તાસન કહેવાય છે. - આ આસનથી હોજરી, આંતરડાં તથા મહાશયમાં અપાનવાયુ દૂર થાય છે. વામપાદપવનમુક્તાસન તથા દક્ષિણપાદપવનમુક્તાસન એ પવનમુક્તાસનના અવાંતરભેદ છે.
ડાબા પગની પાની ડાબા ઢગરાને અડાડીને એ ગોઠણની આસપાસ અદબ ભી.વી, ને જમણે પગ આડો રાખીને તેને તળીઉં ડાબા પગના રણને અડાડીને બેસવું તે વામપાદપવનમુક્તાસન કહેવાય છે.
ઉપર પ્રમાણે જમણા પગની પાની જમણું ઢગરાને અડાડી ડાબો પગ આડે રાખીને તેનું તળાઉં જમણા પગના ફણાને અડાડીને અદબ ભીડીને બેસવું તે દક્ષિણપાદપવનમુક્તાસન કહેવાય છે.
ચીતા સૂઈને પછી બંને પગનાં ઢીંચણ [ વા એક પગનું