________________
૧૪૪
શ્રીમકૌસ્તુભ
[ નવમી
મૂલ-ઉત્પત્તિ-તપ છે, મધ્ય તપ છે, ને અંત પણ તપ છે, તથા આ જગત તપવડે સર્વભણુથી ઢંકાયેલું છે.
શ્રીમનુસ્મૃતિમાં પણ એને મળતું વર્ણન નીચેના લેકદ્વારા કરવામાં આવ્યું છે – ___ औषधान्यगदो विद्या देवी च विविधा स्थितिः ।
तपसैव प्रसिद्धचंति तपस्तेषां हि साधनम् ॥"
અર્થ:–રસાયનાદિ ઔષધો અને શરીરનું નીરોગપણું તથા વેદાદિક વિદ્યા ને આકાશગમનાદિક જે વિવિધ પ્રકારની દૈવી સ્થિતિ એ સર્વ તપવડે સિદ્ધ થાય છે, અર્થાત તેઓનું સાધન તપજ છે.
૨ સંતોષ પ્રારબ્ધકર્માનુસાર જે અન્નવસ્ત્રાદિક શાસ્ત્રોક્ત ભેગ આવીને પ્રાપ્ત થાય તેમાં જે તૃપ્તિ રાખવી તે સંતોષ કહેવાય છે
સાધુપુરુષો દેહમાં રહેલા આત્મભાવનું તથા ઈદ્રિયોના વિષયેનું વિરમરણ કરી તૃષ્ણના અંતને પામે છે. પરમસતાવો અને પૃથ્વીના પૃષ્ઠને શયા માની, આકાશને ઓઢવાનું વસ્ત્ર ગણી, તથા અમૃતરૂપી બ્રહ્મજ્ઞાનને ઉત્તમ ભેજન માની સદૈવ સંતુષ્ટ રહે છે, અર્થાત પ્રારબ્ધાનુસાર જે શયા, જે વસ્ત્ર તથા જે ભેજન મળે તેમાં તેઓ સંતોષી રહે છે.
જેમનું મન શુદ્ધ વીતરાગભાવને પામ્યું છે તેઓ ઓઢવાપહેરવામાં, બોલવામાં ને ખાવાપીવામાં સાદાઈ રાખીને જ આનંદ માને છે.
કાલે આપણું શું થશે ?” એ વિચાર સંતોષી સાધુ પુરુષને આવતું નથી. તેઓ દશ્ય જગતને આશ્રય રાખતા નથી, પણ અનન્યપણે ભગવાનને જ દઢ આશ્રય કરીને રહે છે, અને આવતી કાલ પિતાની સાથે પરમકૃપાલુ ઇશ્વરની ઇચ્છાનુસાર ઉચિત વસ્તુઓ લેતી આવશે એમ તેઓ માને છે.