________________
પ્રભા]
નિયમનિરૂપણ
૧૫૪
“નિરંતુઃ પાયામ્ I " (પરમાત્મા દાન કરનારા પુરુષને પરાયણ છે, અર્થાત ચિત્તશુદ્ધિદ્વારા દાન કરનાર પુરુષ પરમપદ્ધ પામે છે.) એ શ્રીબહદારપનિષદ્દની સ્મૃતિમાં પણ દાનને મેક્ષસાધનમાં ગયું છે. વળી પૂર્વે જ્યારે દેવ મનુષ્યને અસુરના પૂર્વજ ભગવાન પ્રજાપતિ પાસે જ્ઞાનપદેશ લેવા ગયા હતા ત્યારે પણ ભગવાન પ્રજાપતિએ દકાર ના ઉચ્ચારણવડે મનુષ્યના પૂર્વજને દાનને જ બેધ કર્યો હતો.
ઉત્તમ પાને તેના સ્થાન પર જઈ સત્કારપૂર્વક દાન આપવું તે ઉત્તમ, સત્પાત્રને પિતાને ઘેર નિમંત્રણ કરી તેને વિધિપૂર્વક દાન કરવું તે મધ્યમ, યાચના કરનાર અથને દાન દેવું તે કનિષ્ઠ, ને સેવા કરનારને દાન દેવું તે નિષ્ફળ ગણાય છે.
સુપાત્રે દાન કરવું એ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિવડે પવિત્ર દેશમાં, પવિત્ર કારમાં ને અનુપકારી સત્પાત્રને જે દાન કરવામાં આવે તે સાત્વિક દાન કહેવાય છે.
ઘણા દ્રવ્યો વ્યય થઈ જશે એમ ચિત્તમાં કલેશ પામીને તથા દેશકાલાદિને વિચાર કર્યા વિના સામા ઉપકારની લાલસાએ કિવા સ્વર્ગમશાદરૂપ ફલની કામનાએ જે દાન કરવામાં આવે તે દાન રાજસ કહેવાય છે.
અપવિત્ર દેશમાં તથા સતકાદિ અપવિત્ર સમયમાં અસત્કાર અને અવજ્ઞાપૂર્વક કુપાત્રને જે દાન કરવામાં આવે તે દાન તામસ કહેવાય છે.
કલિયુગમાં ધન એ કલ્યાણના માર્ગમાં શ્રેષ્ઠ સાધન છે, માટે સૌ મનુષ્ય શ્રદ્ધાભક્તિપૂર્વક યથાશક્તિ દાન કરવું ઉચિત છે.
વિરક્ત મસાધકે પણ યથાસંભવ દાનશીલવૃત્તિ રાખવાની આવશ્યક્તા છે.