________________
પ્રભા ]
નિયમનિરૂપણ
વિકી જેના ભાર ( ઉંડા ) તળાવમાં તે નિર્જન વનમાં પ્રવેશ કરે છે, તથા વિક! પર્વતામાં ભ્રમણ કરે છે, પરંતુ પોતાની સમીપ સ્થિત જે મનરૂપ સુંદર કમલ છે તેને સુખપૂર્વક આપને વિષે અર્પણ કરીને સ્મિત થતા નથી એ આશ્ચર્ય છે.
૧૫૩
:0:
હું સિદ્ધાંતવાકચશ્રવણ ઉપનિષદાદિપ વેદાંતવાકયોનું વિધિપૂર્વક શ્રવણ કરવું એ સિદ્ધાંતવાચશ્રવણ કહેવાય છે.
દેદ્ર તથા જગત્ અનિત્ય તે વિકારી છે, અને પરમાત્મા નિત્ય અને અવિધારી છે, એ સત્ય સિદ્ધાંતને અંત:કરણમાં સુસ્થિર કરવા એ સિદ્ધાંત વાકચશ્રવણનું ફલ છે. કામ, ક્રોધ ને લેાભાદિ વિકારા દ્વૈતભાવથી ઉપજે છે, તે દ્વૈતભાવને ચૈતન્યરૂપ અગ્નિમાં ખાળી કેવલ અદ્વૈતભાવને પામી દેહ, ઇંદ્રિયા ને અંતઃકરણના અયેાગ્ય ભાવને વિસ્મરણ કરવા જોઈએ. પ્રપંચ દૂતને વિસરી જવાથીજ અદ્વૈતાનંદનું ભાન થાય છે.
અધિકારીનેં જગતમાં અનેક પ્રકારની વાણી છે, માટે ચેાઞસાધકે પોતાની પ્રકૃતિસ્થિતિ આદિ વિચાર કરી પેાતાના અધિકારીને લગતીજ વાણી રિચારવી, અને તેને અનુસરતા તથ્યમાં પોતાના ચિત્તને સુસ્થિર કરવું. ચિત્તત્રુદ્ધિવાળા ચાગ્ય અધિકારીએ જ્ઞાતા પુરુષાદ્દારા તત્ત્વસાક્ષાત્કાર માટે શ્રદ્ધાભક્તિથી વેદાંતવાકશ્રોનું શ્રવણુ કરી પછી મનન મૈં નિદિધ્યાસન કરવાં જોઈએ.
સચ્ચિદાનંદ બ્રહ્મ માયામાં પોતાના આભાસદ્રારા ઈશરૂપે પ્રતીત થઇ પ્રાણીઓના પૂર્વકર્માનુસાર સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ સ્થિતિ તે લય કરે છે એમ શાંત ચિત્તથી વિચારી પ્રથમ બ્રહ્મનું દૃઢ પરાક્ષનાન મેળવવું, અને તે બ્રહ્મનું અપરાક્ષજ્ઞાન થતાંસુધી સર્વજ્ઞ પુરુષોનાં આધવચનામાં દૃઢ વિશ્વાસ રાખવા.