________________
૧૩૦
શ્રી ગૌસ્તુભ
[આઠમી
ઘેરાયેલે ને સર્વ કલેશમાં ડુબેલે રહે છે.
બિંદુનું રક્ષણ કરવાથી દીર્ઘજીવી થવાય છે, માટે પણ તેનું રક્ષણ કરવું આવશ્યક છે. શ્રીહઠગપ્રદીપિકામાં કહ્યું છે કે –
" एवं संरक्षयेदबिंदु मृत्यु जयति योगवित् । મri વિંટુપત્તેિર વન વિંટુધારખાત છે. सुगंधो योगिनो देहे जायते बिंदुधारणात् । यावबिंदुः स्थिरो देहे तावत्कालभरं कुतः ॥ चित्तायत्तं नृणां शुक्रम् शुक्रायत्तं च जीवितम् । तस्माच्छकं मनश्चैव रक्षणीयं प्रयत्नतः ॥"
અર્થ:–એવી રીતે બિદુનું સંરક્ષણ કરીને ભેગવિત મૃત્યુને જીતે છે. બિંદુના પતનથી મરણ ને બિંદુના ધારણથી જીવન છે. વળી બિદતા ધારણથી યોગીના શરીરમાં સુગંધ ઉપજે છે. જ્યાંસુધી દેહમાં બિંદુ સ્થિર છે ત્યાં સુધી કાલને ભય કયાંથી? મનુષ્યનું વીર્ય ચિત્તને અધીન છે, ને જીવિત વીર્યને અધીન છે, માટે શુક્ર તથા મનનું પ્રયત્નથી રક્ષણ કરવું યોગ્ય છે.
“થવિછતો દ્રઢવ ત” (જે પદને ઈચ્છનારા બ્રહ્મચર્યનું આચરણ કરે છે) એ વચનથી શ્રીભગવદ્દગીતામાં પણ મક્ષસાધકને બ્રહ્મચર્યની આવશ્યકતા બતાવી છે, માટે વીર્યરક્ષણરૂપ બ્રહ્મચર્ય પાળવામાં મેક્ષસાધકે અપ્રમાદયુક્ત પૈવ થવું જોઈએ.
૫ ક્ષમા અપકાર કરનારપર વેર વાળવાની વૃત્તિ ન ઉપજવા દેવી તે ક્ષમા કહેવાય છે. ક્ષમા એ જ્ઞાનીઓનું ભૂષણ છે. અજ્ઞાનીનાં કુવચનાદિનું સહન કરવું એજ સાનીઓને પરમ ધર્મ છે. જગતના ઉપહાસથી કે અપકારથી ક્રોધ ચઢાવી ક્ષમાને ત્યાગ કરે ઉચિત નથી. ધર્મ જેણે પાળ્યો હોય તેનું તે રક્ષિત ધર્મજ રક્ષણ કરે છે, ને ધર્મને છોડ્યાથી તે મૂકેલે ધર્મજ ધર્મ મૂકનારને નાશ કરે