________________
૧૨૮ શ્રી ગૌસ્તુભ
[ આઠમી સાંકળથી બંધાયેલે મનરૂપી મદોન્મત્ત હાથી મુંગાની પેઠે ઊભો રહે છે. જન્મરૂપી ખાબેચીઆમાં પડેલાં અને ધનરૂપી કાદવમાં લેતાં પુષારૂપી માછલીઓને નીચ વાસનારૂપ દેરીવાળી સ્ત્રીરૂપી ગીલ (લેહકંટક) છે. ઘેડાઓને ધોડારની પેઠે, હાથીઓને જાડા ખીલાની પેઠે, અને સર્પોને મંત્રોની પેઠે પુરુષને સ્ત્રી બંધન આપનારી છે. અનેક રસોવાળી આ બ્રહ્માંડરૂપી વિચિત્ર ભૂમિ અહીં સ્ત્રીને આશ્રયથીજ ભારે દઢ સ્થિતિને પામેલી છે.” - શ્રી યોગરસાયનમાં પણ એ સંબંધમાં નીચેના લેકથી એને મળતા જ બેધ કર્યો છે – " विषयेऽवपि कष्टोऽयं विषयः स्त्रीति नामतः । जीवत्यन्यैः किलाकृष्टः स्त्रियाकृष्टो न जीवति ॥ नारत्नं ध्यातमात्रं तु ब्रह्मणोऽपि मनो हरेत् । किं पुनश्चेतरेषां तु विषयेच्छानुवर्तिनाम् ॥ स्त्रीरत्नं मोहनं सृष्टं दृष्टमाशीविषोपमम् । यदीच्छेदात्मनः श्रेयो मनसाऽपि न चिंतयेत् ॥
અર્થ –વિષયમાં સ્ત્રી એવા નામવાળે આ વિષય કષ્ટરૂપ છે. નિશ્ચય બીજા વિષયોથી ખેચાયેલો જીવે છે, પણ વડે ખેંચાયેલ જીવતો નથી. સુંદર સ્ત્રી ધ્યાનમાત્રથી જ બ્રહ્માના મનને પણ હરે છે, તે વિષયેચ્છાને અનુસરનારા અન્યના મનને કરે તેમાં શું કહેવું? દર્શનથી મેહ પમાડનારી રૂપવતી સ્ત્રો નાગણના જેવી સર્જેલી છે, જે પિતાના આત્માનું શ્રેય ઈચ્છવું હોય તે જિજ્ઞાસુ પુરુષે મનવડે પણ તેનું ચિંતન ન કરવું.
બિંદુ (વીર્ય) ચંચલ થયે ચિત્ત ચંચલ થાય છે, તથા પ્રાણ પણું ચંચલ થાય છે, ને વીર્યની સ્થિરતાથી તે બને સ્થિર થાય છે, માટે બિંદુને સ્થિરભાવ અવશ્ય કરવો જોઈએ, શ્રી અમૃતસિદ્ધિમાં કહ્યું છે કે: