________________
પ્રભા ] યમનિરૂપણ
૧૨૭, છે? હે મુને ! સ્ત્રીનું અંગ કેવલ ઉપરથી જોતાં રમણીય છે એમ કલ્પવામાં આવે છે. પણ વાસ્તવિક જોતાં તે તે ઉપરથી પણ રમણીય નથી. કેવલ મેહને લીધે જ તેનું રમણીયપણું જણાય છે. મદિરા અને સ્ત્રી એ બંને કે જેઓ મદ તથા કામને લઈને મનને બહુ ઉલ્લાસ આપનારાં જણાય છે, અને પોતે અનેક વિકારોથી ભરેલાં છે, તેમાં શું અંતર છે? કશે અંતર નથી. સ્ત્રીઓ રૂપી ખીલાઓમાં મદને લીધે સૂઈ ગયેલા પુરુષારૂપ હાથીઓ શાંતિનાં વચનરૂપી દઢ અંશે વાગતાં છતાં પણ જાગ્રત થતા નથી. પાપરૂપ અગ્નિની જવાલરૂપ સ્ત્રીઓ કે જેઓ કેશરૂપી કાજળને ધારણ કરે છે, દુ:ખે કરીને સ્પર્શ થઈ શકે એવી છે, અને શગી પુરુષની આંખને પ્યારી લાગે એવી છે, તેઓ પુરુષને ખડની પેઠે બાળી નાંખે છે. માત્ર ઉપરથીજ સારી લાગતી ને પરિણામે દારુણ કુલ આપનારી સ્ત્રીઓ છે. સળગતા નરકરૂપ અગ્નિઓને લાકડાંની પેઠે ઉત્તેજન આપે છે. સ્ત્રી શરીરરૂપ લાંબી રાત્રિ કે જેમાં ચોટલારૂપ અંધકાર ફેલાય છે, ચળકતી આંખરૂપ તારાઓ છે, પ્રફુલ્લ મુખરૂપી ચંદ્રનું બિંબ છે, હાસ્યરૂપ પુપના સમૂહ ઊઘડેલા છે, રાગી પુરુષો તેમની સાથે ક્રીડા કરવામાં ચપલ થાય છે, અને અનેક કાર્યોને વિઘાત થઈ જાય છે. સ્ત્રી પુરુષની બુદ્ધિને મેહ ઉપજાવનારી છે. રજસ્વલાપણુરૂ પુષ્પથી સુંદર તથા મધુર લાગતી, હાથરૂપ પાનડાઓથી શોભતી, આંખોના વિલાસરૂપ ભ્રમરોવાળી, સ્તનરૂપ ગુચ્છને ધરનારી, રૂંવાડાંરૂપ ફૂલનાં કેસરાઓને લીધે દી૫તા અંગવાળી, અને માણસને મારવામાં તત્પર રહેનારી સ્ત્રીરૂપી વિષાલુ લતા લેકને ઉન્મત્ત અને પરવશ કરી નાંખે છે. મિથ્યા સત્કારરૂપ શ્વાસથી જાર પુરુષોરૂપી સને વિનાશ કરવામાં ઉત્કંઠા ધરનારી સ્ત્રીરૂપ રીંછડી બલાત્કારથી પુરુષરૂપ સર્વને સુમાર્ગરેપી રાડામાંથી બહાર કાઢે છે. કામનામના ભિલ્લે મૂઢ ચિત્તવાળા પુરુષરૂપી પક્ષીઓને બાંધી લેવાને માટે સ્ત્રીઓરૂપી જાળ પાથરી છે. સ્ત્રીરૂપી મોટા ખીલામાં રતિરૂપ