________________
૧૧૪
શ્રીયાગકૌસ્તુભ
[ આઠમી
પગવડે ચાલનારાં સર્વ પ્રાણીઓનાં પગલાં અંતર્ભૂત થાય છે તેમ યજ્ઞ, તપ તથા દાનાદિક સર્વે ધર્માં અહિંસામાં અંતર્ભૂત થાય છે. શરીરવડે કાઈપણ પ્રાણીને પીડા ન કરવી તે રીરવડે સિદ્ધ થનારી અહિંસા જાણી, વાણીવડે કાઈપણ પ્રાણીને પીડા ન કરવી એટલે કાઈપણ પ્રાણીની સમીપમાં કે પરાક્ષ તેના જીવાત્માને ઉદ્દેગ ચાય એવાં વાકચ ન ખાલવાં તે વાણીસંબંધી અહિંસા જાણવી, તે મનમાં કાઈપણ પ્રાણીનું ભુંડું થવાનું ચિંતન ન કરવું તે મનથી સિદ્ધ થનારી અહિંસા જાણવી. એ અહિંસા ! થયે મનુષ્યના હૃદયમાં રહેલી વૈરબુદ્ધિ નાશ પામી જાય છે, તેની સમીપમાં પરસ્પર વૈરવાળાં પ્રાણીએ પણ પેાતાના વૈરનું વિસ્મરણુ કરે છે, ને તે સાધકને ચિત્તતી નિર્મલતાવડે યાગમાં અધિકાર ઉત્પન્ન થાય છે.
***
૨ સય
પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દપ્રમાણથી મનુષ્ય જે જે વાતાના જે જે પ્રમાણે નિશ્ચય કરેલા હાય તે તે વાતને તે તે નિશ્ચયપ્રમાણે શ્રાતાતે અનુદેંગ કરનારા, શ્રોતાને વર્તમાનમાં પ્રિય જણાતા, પરિણામે શ્રોતાનું હિત કરનારા, કપટરહિત અને નિભ્રંત વચનવડે ખેલવી તે સત્ય કહેવાય છે, અર્થાત્ મનવાણીને સમાન રાખવાં તે સત્ય *હેવાય છે. એ સત્યનું યથાર્થ પાલન કરવાથી વાણી અમેાધભાવને પામે છે, એટલે કે તે પુરુષ વચનસિદ્ધિને પામે છે, તે ચિત્તની શુદ્ધિ થવાથી સૈાગાભ્યાસમાં તે સાધકને અધિકાર વૃદ્ધિ પામે છે.
સત્યવ્રત પાળનાર મનુષ્ય વિનાવિચારે કદાપિ કાઇની સાથે વચને બંધાવું નહિ, અને જો અત્યાવશ્યક પ્રસંગામાં વચને બંધાવું પડે તા પ્રથમ પૂર્ણ વિચાર કરીને જો તે બની શકે એમ હાય તાજ વયને બંધાવું. સત્યનું પાલન કરવા ઈચ્છનાર મનુષ્યે નિષ્પ્રયેાજન ભાણું કરવાના સ્વભાવને દૂર કરવા જોઈએ, અર્થાત્ વિનાપૂછે