________________
૨૪
શ્રીગૌસ્તુભ ,
[ આઠમી
કકકકકર
સાક્ષાત અવિદ્યાની મૂર્તિ છે. તે ગર્ભિત રીતે પુરુષને શત્રુ છતાં માત્ર ઉપરથી તે મિત્રને વેશ ધારણ કરી રસિક પુરુષના હૃદયાનું સવ ચૂસી લે છે. ગૃહસ્થને પરસ્ત્રી ને વિરક્તને સર્વ સ્ત્રીઓ નરકમાં જવાના સીધા રાજમાર્ગરૂપ છે. વિમલ બનચર્ય પાળનાર વિચારવું કે ધૂર્ત સ્ત્રી જાતિ ભયંકર નાગણી, સિહણ, વાઘણુ, અગ્નિ, શળી ને વિષ કરતાં પણ વધારે દુ:ખદ છે. ધર્મના મર્મને જાણનાર બ્રહ્મચારી પુરુષ સ્ત્રીમાં પ્રીતિ રાખનારી વૃત્તિનું શીદ. સંછેદન કરવું ચાગ્ય છે.
જ્યાં સ્ત્રીઓ બેઠી હોય ત્યાં જવાની બ્રહ્મચારીએ કદીપણ ઈચ્છા ન કરવી. એકાંત સ્થલે જ્યાં સ્ત્રીઓ નહાતીતી હોય અથવા પિતાના શરીરને શંગાયુક્ત કરતી હોય ત્યાં પણ તેણે જવું નહિ. એ કાલ્પનિક અને ક્ષણિક ગ્રામ્યસુખની આસક્તિ સનાતન કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ કરી પાડી નાંખે છે, માટે તે આ સક્તિ સર્વદા ત્યજવાયેગ્ય છે. ઘણુંજ આપત્કાલવિના બ્રહ્મચારીએ માર્ગમાં સ્ત્રી સાથે ચાલવું નહિ. અને જે ઘરમાં સ્ત્રીઓ સૂતી હોય ત્યાં કિવા તેનીજ પાસેના ઘરમાં જ્યાંથી સ્ત્રીપુરુષના ક્રીડાના શબ્દો સાંભળી શકાય એમ હોય ત્યાં તેણે સૂવું નહિ. મનુષ્ય કલાજથી ભંડાં કર્મો કરતાં ભય પામે છે, પરંતુ એકાંતમાં ભગવાન વિરાજે છે, છતાં ઘણા મનુષ્યો ભંડાં કર્મો કરે છે એજ મનુષ્યની પરમ અજ્ઞાનિતા અને અવિશ્વાસીપણું છે. તે બ્રહ્મચારીએ મૈથુનાસક્ત પ્રાણપ્રતિ બુદ્ધિપૂર્વક દષ્ટિ કરવી નહિ ને સુષ્ટિવિરુદ્ધ કર્મથી, હસ્તક્રિયાથી તથા અપ્સરાઓ કે યક્ષિણીઓની સાથે સંભોગ કરવાની ઇચ્છાથી મનને ઘણું જ દૂર રાખવું.
બ્રહ્મચારીએ એ કામરૂપી શત્રુને વિવેક, વૈરાગ્ય તથા વિચારરૂપી લુવારે પાસે ઉપસ્થસંયમરૂપી પિજરામાં ગુરુએ ઉપદેશ કરેલા નિયમરૂપી બેડીઓ જડાવી રુદ્ધ કરે જઈએ.
દઢ પ્રતિજ્ઞા કરી પુરુષે પાપાચરણ કરવું નહિ. વારંવાર પાપકર્મ