________________
પ્રભા ] યમનિરૂપણ
૧૧૧ નારાં સ્થલ, જ્યાં વિષજિનેનું વિલાસાર્થે આવવુંજવું થતું હોય તે સ્થલ, પર્વતની તળટીમાં જ્યાં પુષ્કલ વૃક્ષાદિ હોય ત્યાંનાં સ્થાન, સમીપના દેશમાં અતિકલાહલ તથા નિષિદ્ધ કર્મો થતાં હોય તે સ્થલ અને વસતિથી અતિદૂર હોવાથી આલારાદિ અતિયને મળી શકે તેમ હોય તે સ્થાન આરંભના યોગાભ્યાસીને પ્રતિકૂલરૂપે ગણવાયોગ્ય છે, જે શરીર તથા મનની સ્વસ્થતા સચવાય એવાં સ્થાને અનુકૂલરૂપે ગણવાયેગ્ય છે.
એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં ગાભ્યાસાનુકૂલ દેશસ્થાનાદિનું કથન એ નામની સાતમી
પ્રભા સમાપ્ત થઈ. ૭
-
=
આઠમી પ્રભા
યમનિરૂપણ હિંસાદિનિષિકર્મોથી સાધકને રોકે છે માટે અહિંસાદિ યમ કહેવાય છે. તેના દશ* પ્રકાર છે. ૧ અહિંસા, ૨ સત્ય,
* દશ યમ તથા દશ નિયમ જે આ ગ્રંથમાં વર્ણવેલા છે તે શ્રીયાજ્ઞવક્યસંહિતા તથા શ્રીગોરક્ષશતકાદિપ્રમાણે છે. શ્રીપાતજલયંગસૂત્રોમાં પાંચ યમ (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ) અને પાંચ નિયમ (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ને ઈશ્વરપ્રણિધાન ) દર્શાવેલા છે. જીવનના નિર્વાહથી વધારે ભેગસાધનોના સંગ્રહનો વા મમતાનો પરિત્યાગ કરવો તે અપરિગ્રહ કહેવાય છે. પ્રણવાદિક મંત્રને યથાવિધિ જપ કરવો કિવા ઉપનિષદાદિને પાઠ કરે તે સ્વાધ્યાય કહેવાય છે, ને સર્વ કર્મો પરમગુરુ પરમાત્માને સમર્પણ કરવાં તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. એ વિનાના અહિંસાદિ સાતનું વર્ણન ઉપરના લેખમાં વિસ્તારથી આપ્યું છે,