________________
૮૯
પ્રભા] ચાર પ્રકારના યોગનું વર્ણન છે, પક્ષમાં હેતુને જોઈને ત્યાં સાધ્ય સંબંધી કલ્પના કરવી તે અનુમાન, તેના ત્રણ વિભાગ છે, પૂર્વવત, શેષવત ને સામાન્યતદષ્ટતેમાં કારણ જોઇને તેના કાર્યને નિશ્ચય કરવામાં આવે તે પૂર્વવત, જેમ આકાશમાં વાદળાઓને સમૂહ જોઈને વૃષ્ટિ થવાને નિશ્ચય થાય છે. કાર્ય જોઈને તેના કારણને નિરાય કરવામાં આવે તે શેષવત, જેમ નદીમાં પૂર ચઢેલું જોઈને તે નદીના મૂલભણીના દેશમાંના કોઈ ભાગમાં વૃષ્ટિ થવાને નિશ્ચય થાય છે, અને પ્રત્યક્ષની પેઠે અપ્રત્યક્ષમાં પણ કોઈ સાધમ્ય જોઈને અપ્રત્યક્ષમાં પણ તે પ્રકારે હવાને નિશ્ચય કરવામાં આવે તે સામાન્ય તદષ્ટ. અનુમેય (જેનું અનુમાન કરાય છે તે) પદાર્થને સમાનજાતિવાળા પદાર્થમાં મેળવનાર અને ભિન્નજાતિના પદાર્થથી પૃથફ કરનાર જે સંબંધ છે તે સંબંધને આ અનુમાન દ્વારા સામાન્ય રીતથી વિચાર કર ય છે, જેમકે ચંદ્ર અને તારાદિ ચાલે છે, કેમકે એક સ્થલેથી બીજે સ્થલે જવું ચાલ્યા વિના બનતું નથી, એટલે ચૈત્રનામના પુરુષની પેઠે ચંદ્રાદિ સર્વ બ્રહ્માંડ ચાલે છે તેમજ વિધ્યાચલ ગતિશય છે, કારણકે તે હંમેશ એક સ્થલે રહે છે. આ જ્ઞાનની ઉત્પત્તિ સામાન્યતદષ્ટનામના અનુમાન પ્રમાણુકારા થાય છે. આમ-ધર્માધર્મને તથા સત્યાસત્યને વિવેક કરનાર વિશ્વાસ કરવાગ્ય કે મહાત્મા દ્વારા સારી રીતે જોઈને કિવા સાવધાનતાપૂર્વક અનુમાન કરીને જે વયને ઉપદેશાદિનિમિત્તે કહેવાયેલાં છે તે વચનોથી શ્રેતાને તે અર્થને વિષય કરનારી જે વૃત્તિ થાય છે તે આગમપ્રમાણુ કહેવાય છે. પ્રત્યક્ષપ્રમાણુના પાંચ જ્ઞાનેંદ્રિયને ભેથી પાંચ પ્રકાર–ચાક્ષુષપ્રત્યક્ષ, શ્રાવણુપ્રત્યક્ષ, રાસનપ્રત્યક્ષ, ઘાણજ પ્રત્યક્ષ અને ત્વાચપ્રત્યક્ષ-ગણાય છે. જેથી પદાર્થના ખરા સ્વરૂપનું ભાન ન થાય એટલે જે સંદેહવાળા કિવા ગૌણ અન્ય અર્થમાં રહે, ને પિતાના અસંદિગ્ધ કિવા મુખ્ય અર્થમાં ન રહે તે વિપર્યયવૃત્તિ-મિથ્યાજ્ઞાનવૃત્તિ-કહેવાય છે. આ વિપર્યયજ્ઞાન પ્રમાણ નથી, કારણકેઉત્તરકાલમાં પ્રમાણુથી તેનું ખંડન થાય છે. પ્રમાણથી અપ્રમાણનું ખંડન થઈ જવું અન્યત્ર પણ જોવામાં આવે છે, જેમ નેત્રદોષથી