________________
પ્રભા ]
ચાર પ્રકારના યોગનું વર્ણન
૮૭
સ્વરૂપને જાણી શકતું નથી.* ચિત્તના ચપલસ્વભાવવડે તેમાંથી જે અનેક વૃત્તિઓ ઉપજે છે તે સર્વથી આત્મા પૃથફ રહે છે. હું સુખી, હું દુ:ખી ઇત્યાદિ કથનથી આત્મામાં ચિત્તવૃત્તિઓના ધર્મોનું જે ભાન થાય છે તે ભ્રમને લીધે છે. જેમ સ્ફટિકમણિ પિતાની સમીપમાં રાખેલા પદાર્થના રંગ જે જોવામાં આવે છે, પણ વસ્તુતઃ તેમાં તે રંગ હેતે નથી, એવી રીતે આત્મા શુદ્ધ છે, પણ ચિત્તવૃત્તિઓના સંબંધને લીધે તેમાં સુખદુઃખાદિ પ્રતીત થાય છે. ચિત્તવૃત્તિઓ પાંચ પ્રકારની છે ને તે જીવાત્માને ન્યૂનાધિક સુખ તથા દુઃખ આપનારી
* અહીં એ શંકા થાય છે કે જેમ નેત્ર અન્ય પદાર્થને જોઈ શકે છે, પણ પિત ના સ્વરૂપને તે જોઈ શકતું નથી તેમ દ્રષ્ટા પણ અન્ય પદાર્થને જોવામાં સમર્થ ને પિતાનું સ્વરૂપ જોવામાં અસમર્થ કેમ નહિ હોય? તે સમાધાન એ છે કે બહારના પદાર્થો જોવામાં નેત્ર પરતંત્ર છે કા કે નેત્રદ્વારા સર્વ પદાર્થને દ્રષ્ટા જીવાત્મા છે. કાળા, ઘેળા ને પીળા ઇત્યાદિ રંગના તથા ગાળ ને ચતુષ્કોણદિ આકારના પદાર્થો જતાં આંખ દ્રષ્ટા ઠરે છે; આંધળી, કાણું ને ટુંકી ઇત્યાદિ રીતની આંખે જોતાં મન દ્રષ્ટા કરે છે; ને ક્રોધ, ઈર્ષા, લોભ ને મેહ ઈત્યાદિ ધર્મવાળું મન જતાં જીવાત્મા દ્રષ્ટા ઠરે છે. એ જીવાત્મા છેલ્લે દ્રષ્ટા છે, કેમકે તેને કોઈ જતું હોય એવો અનુભવ નથી. વળી એ જીવાત્માને અન્ય દ્રષ્ટા માનવાથી અનવસ્થા દેષ પ્રાપ્ત થાય છે. એ જીવાત્મામાં બે પ્રકારની દનશક્તિ છે, એક સ્કૂલ અને બીજી સૂક્ષ્મ. સૂક્ષ્મદષ્ટિને દિવ્યદૃષ્ટિ પણ કહે છે. સ્થૂલદષ્ટિનાં અત્યંત સાહાયક જે નેત્ર તે દ્વારા જીવાત્મા શૂલપદાર્થોને જુએ છે, અને મેગાવ્યાસથી થયેલી સામ-દિવ્ય-દષ્ટિદ્વારા જીવાત્મા સૂક્ષ્મ પરમાવાદિને તથા પિતાના સ્વરૂપને (ચિત્તમાં પડેલા આત્માના પ્રતિબિબને) પણ જુએ છે, જેમ દણમાં નેત્ર પિતાના સ્વરૂપને જોઈ શકે છે તેમ એમના આશ્રયેથી વાત્મા પણ પિતાના સ્વરૂપને જોઈ શકે છે.