________________
પ્રભા ]
ચાર પ્રકારના ચાંગનું વર્ણન
૫
ગુણાતીત ને સ્વરૂપમાત્ર અવસ્થિત-ચિત્માત્રસ્વરૂપે-કૈવલ્યરૂપે-રહે છે. x યેાગનાં આ અંગેનું ( જેનું વર્ણન હવે પછી કરવામાં આવશે તેનું) અનુષ્ઠાન કરવાથી ક્રમાત્ પાંચ વિભાગવાળું અવિદ્યા નષ્ટ થઈ જાય છે. અવિદ્યાના નાશ થવાથી તજન્ય અંત:કરણની અપવિત્રતાના ક્ષય થાય છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. યાગી જેમ જેમ યાદિ યાગાંગાનું ખાદરપૂર્વક અનુન્નાન કરતા જાય છે તેમ તેમ તેના ચિત્તની મલિનતા ક્ષય પામતી જાય છે, અને મલિનતાના ક્ષયના પ્રમાણમાં તેના ત્તિમાં જ્ઞાનના ઉદ્દય થતા જાય છે, તથા ક્રમથી જ્ઞાનની ઉત્કૃષ્ટતા થતી જાય છે. સુખનું કારણ જેમ ધર્મ છે, તેમ મેક્ષપ્રાપ્તિનું કારણ રાજયોગદ્વારા ઉપજતું જ્ઞાન છે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આ રાજયોગ તથા હ્રયોગ બંનેનાં અંગ ગણાય છે.
× શ્રીયોગવાસિષ્ઠમાં શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, ( મનની એકાગ્રતા, ) સાત્તિ, ( સત્ત્વગુણની વૃદ્ધિ અથવા પ્રત્યક્અભિન્ન બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તે, ) અસંસક્તિ, ( સત્ત્વગુણની વૃિદ્ધ થવાથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેમાં અનાસક્તિ, ) પદાર્થભાવિની, પેાતાની મેળે પેાતાના સ્વરૂપ વિનાની અન્ય સર્વે દૃશ્ય વસ્તુઆનું અદર્શન, ) અને . ( બ્રહ્મમાં ઉત્થાનરહિત સ્થિતિ ) એવી રીતે જ્ઞાનની સાત ભૂમિકાએ કહેલી છે. જેમાંની પહેલી ત્રણ સાધકની ભૂમિકા અને ખીજી ચાર સિદ્ધની ભૂમિકા છે. પાછલી ત્રણ ભૂમિકા અભ્યાસ કરવાથી વાસનાક્ષય અને મનેાનાશદ્રારા (મનના સ્થૂલભાવની નિવૃત્તિદ્વારા ) યોગીને જીવન્મુક્તિના વિલક્ષણ આનંદ અનુભવવામાં આવે છે. સિદ્ધની ભૂમિકામાં ચાથી જ્ઞાનની, પાંચમી વન્મુકતની, છઠ્ઠી મહામુક્તની તે સાતમી અતિમુક્તની ભૂમિકા ગણાય છે.