________________
પ્રભા] ચાર પ્રકારના રોગનું વર્ણન ૧૦૧ વૃત્તિ વિજાતીયવૃત્તિ કહે છે. સર્વ વસ્તુના અધિષ્ઠાનરૂપે અસ્તિ, ભાતિ અને પ્રિયરૂપથી બદઃ છે અમ જાણી નામરૂપવાળા જગતને વિવેકદૃષ્ટિથી અભાવ કરવે તે ત્યાગ કહેવાય છે. મનવાણી જેને પહોંચી શક્તાં નથી એવા અનિર્વાચ્ય બ્રહ્મામાં ચિત્તને ઠરાવવું તે મૌન કહેવાય છે. સર્વત્ર પરિપૂર્ણપ આત્મા રહેલ છે એવી સમજમાં મનની સ્થિતિ કરવી તે દેશ કહેવાય છે. બ્રહ્મનું ત્રિકાલાબાધ્ય સ્વરૂપ છે એમ સમજવું તે કાલ કેવાય છે. બ્રહ્મચિંતનમાં મનની સ્થિતિ કરવી તે આસન કહેવાય છે. સર્વ પ્રપંચના આધ રરૂપે બદ્ધ રહેલું છે એવી સમજને મૂલ કહે છે. બ્રહ્મ સર્વત્ર સમાનપણે રહેલું છે એમ સમજવાને દેહ સામ્ય કહે છે. સર્વ ત્રિપુટીઓને બ્રહ્મસ્વરૂપે જાણવી તે સ્થિતિ કહેવાય છે. હું બ્રહ્મ છું એવા નિશ્ચયમાં સ્થિર રહેવું તે પ્રાયામ કહેવાય છે. પ્રપંચાકારભાવનાને નિરોધ કરીને આત્મભાવના કરવી તે પ્રત્યાહાર કહેવાય છે. જે જે સ્થલે પિતાની મનોવૃત્તિ જાય તે તે સ્થળે બ્રહ્મદર્શન કરવું તે ધારણું કહેવાય છે. મનની અખંડ બ્રહ્માકારવૃત્તિ રાખવી તે ધ્યાન કહેવાય છે, અને મનની દિપુટીરહિત અખંડબ્રહ્માકારવૃત્તિ રહે તે સમાધિ કર્યા પછી પ્રાપ્ત થ લા તે વિષયને ભોગવવાની ઇચ્છાના અભાવને ઉપરતિ કહે છે. શું તેને તથા ક્ષુધાપિપાસાને સહન કરવાં તે તિતિક્ષા કહેવાય છે. મોક્ષની ઇચ્છા તે મુમુક્ષતા કહેવાય છે. યુક્તિથી વેદાંતવાક્યોના તાત્પર્ય ને બહ્મમાં નિશ્ચય કરવો તે શ્રવણ કહેવાય છે, જીવબ્રહ્મના અભેદની સાધક અને ભેદની બાધક યુક્તિઓથી અદ્વિતીય બ્રહનું ચિંતન કરવું તે મનન કહેવાય છે. અનાત્માકારવૃત્તિના વ્યવધાનથી (અંતરાયથી) રહિત બ્રહ્માકારવૃત્તિની સ્થિતિને નિદિધ્યાસન કહે છે, અને ચેતન તથા જનું કમથી અધિકાનઅધ્યસ્તપણું દ્રષ્ટાદશ્યપણું તથા સાક્ષિસાઠ્યપણું છે તે ઐક્ત અનેક પ્રક્રિયાથી વિચાર કરે વા ઈશ્વરના ને જીવના નિરુપાધિક સ્વરૂપને અભેદ વિચારે તે તત્ત્વપદના અર્થનું શોધન કહેવાય છે.