________________
પ્રભા ].
ચાર પ્રકારના યોગનું વર્ણન
૯૧
ત્યારે તેને જણાય છે કે મને પ્રાપ્તવ્ય સુખની પ્રાપ્તિ થઈ છે, ને ક્ષય કરવાયેગ્ય મારા ચિત્તમાં રહેલા અવિદ્યાદિ પાંચે કલેશે નાશ પામ્યા છે. આવા જ્ઞાનની દઢતા એજ વૈરાગ્ય તથા અભ્યાસની પરાકાષ્ટા હદ–છે. એવા અભ્યાસવૈરાગ્યદ્વારા જેનું ચિત્ત શાંત થયું છે તેનું ચિત્ત સૂક્ષ્મ વિચાર કરવાને યોગ્ય થાય છે, અને તેના અવિદ્યાદિ કલેશની નિવૃત્તિ થઈ જાય છે. અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ પ્રકારના કલેશે છે. એમાં અસ્મિતાદિ ચાર પ્રકારના કલેશાનું ઉત્પત્તિસ્થાન અવિદ્યા છે, કારણકે અવિદ્યાના આવિર્ભાવવિના અન્ય ચારે કલેશ લીન અવસ્થામાં રહે છે. જ્યારે અવિદ્યાને મનુષ્યના ચિત્તમાં પ્રાદુર્ભાવ થાય છે ત્યારે બીજા ચાર કલેશે પણ જાગ્રત થઈ જાય છે. જેમ દગ્ધબીજથી વૃક્ષાદિની ઉત્પત્તિ થતી નથી તેમ જેના કોશે ગાગ્નિથી ભસ્મ થઈ જાય છે તેના ચિત્તમાં પુનઃ તે કલેશેને આવિર્ભાવ થતું નથી. શરીરાદિ અનિત્ય પદાર્થમાં નિત્યપણાની બુદ્ધિ, સ્ત્રી આદિનાં અપવિત્ર શરીરેમાં પવિત્રપણાની બુદ્ધિ, વિષયાદિ દુઃખમાં સુખની બુદ્ધિ અને દેહાદિ અનાત્મપદાર્થમાં આત્માની બુદ્ધિ ઉપજાવનાર અસમ્યફ જ્ઞાનને
અવિદ્યા કહે છે. આત્મા તથા બુદ્ધિની એકતાની પ્રતીતિને અસ્મિતા કહે છે. સુખના જાણવાવાળાની સુખના સ્મરણપૂર્વક સુખમાં તથા તેનાં સાધનમાં જે પ્રીતિ તે રાગ કહેવાય છે. દુઃખને જાણનારને દુ:ખની સ્મૃતિપૂર્વક દુઃખમાં તથા તેનાં સાધનમાં જે ક્રોધ તે દ્વેષ કહેવાય છે. મરણના ભયથી શરીરની રક્ષાવિષે જે અતિઆગ્રહ તે અભિનિવેશ કહેવાય છે. એ અભિનિવેશ વિધાન તથા મૂર્ખ સર્વમાં સમાનપણે વ્યાપી રહેલ છે. જેમ મલિન વસ્ત્રને મેલ પ્રથમ જલવડે ધવાથી અને ક્ષારયુક્ત ઊના પાણીમાં બાફવા આદિ ઉપાયથી દૂર કરવામાં આવે છે તેવી રીતે પૂર્વોક્ત કલેશોની સ્થવૃત્તિઓ પ્રથમ ક્રિયાગથી
* તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરભક્તિ, એ ક્રિયાયોગ કહેવાય છે. એનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે.