________________
re
શ્રીયાગકૌસ્તુભ
[છઠ્ઠી
છે. આધ્યાત્મિકદુ:ખા, (આત્માના આશ્રય કરીને વર્તનાર સ્થૂલસૂક્ષ્મશરીર તે અધ્યાત્મ કહેવાય છે, તત્સંબંધી દુ: —વરાદિથી તેમજ ક્ષુધાતૃષાથી તથા કામક્રોધાદિથી ઉપજતી પીડા, આધિભૌતિકદુઃખા (સ્વસંધાતથી ભિન્ન હાય અને ચક્ષુરિદ્રિયને વિષય હોય તે અધિભૂત કહેવાય છે, તેનાથી થનારું દુઃખ-ચાર-વ્યાધ્રાદિથી ઉપજતી પીડા ) અને આધિદૈવિકદુ:ખાના (સ્વસંધાતથી ભિન્ન હેા. અને ચક્ષુરિદ્રિયના અવિષય હૈાય તે અધિદેવ કહેવાય છે, તેની પ્રેરણાથી ઉપજતા દુ:ખને—યક્ષ, રાક્ષસ, પ્રેત તે ગ્રહાદિકથી તા શીત, વાત તે આતપ–તડકાથી થતી પીડાને ) હેતુ કલવૃત્તિ કહેવાય છે, અને જેમાં કુવલ આત્મખ્યાતિ અર્થાત્ સાંસારિક વિષયેાની વિરક્તિપૂર્વક આત્મતત્ત્વ વિચાર થાય છે તે અલિષ્ટકૃત્તિ કહેવાય છે. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એ પાંચ પ્રકારની ચિત્તવૃત્તિ છે. તેમાં પ્રમાણવૃત્તિના* ત્રણ× ભેદ, પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. જેમાં ચિત્તની વૃત્તિ ઇંદ્રિયદ્વારા હાર નીકળી, ખાદ્ય વસ્તુના સંયાગ કરી, તે વસ્તુના આવરણુભંગદ્રા જીવાત્માને તે પદાર્થનું વિશેષ જ્ઞાન કરાવે છે તે મુખ્ય વૃત્તિ `પ્રયક્ષપ્રમાણ કહેવાય
* પ્રમા—યથાર્થજ્ઞાન-નું કરણ તે પ્રમાણ કહેવાય છે.
× પૂર્વમીમાંસાના વાતિકકાર શ્રીકુમારિલભટ્ટે પ્રત્યક્ષ, અનુમાન, આગમ-શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અનુપલબ્ધિ એ છ પ્રમાણુ માન્યાં છે તેથી વેદાંતશાસ્ત્રમાં પણ એ છ પ્રમાણ મનાય છે. ચોથા પ્રમાણના ત્રીજા તથા બીજા પ્રમાણમાં, પાંચમા પ્રમાણના ખીજા પ્રમાણમાં તે છઠ્ઠા પ્રમાણુના પહેલા પ્રમાણમાં સમાવેશ થઈ શકે છે, માટે યોગશાસ્ત્રમાં ત્રણજ પ્રમાણ માન્યાં છે. પુરાણાદિમાં સંભવ, ઐતિદ્ય તે ચેષ્ટા એવાં ત્રણ પ્રમાણેા વિશેષ અંગીકાર કરી નવ પ્રમાણેા માનેલાં છે તેમા સમાવેશ પણ ચોગદર્શનાત ત્રણ પ્રમાણમાં ચર્ણ શકે છે, માટે ત્રણ પ્રમાણુ માનવામાંજ લાધવ છે.