________________
*
*
* *
* *----
-
૮૪ શ્રીગકૌસ્તુભ
[ છઠ્ઠી અનાહિતનાદ મને રૂપ મૃગને ગતિરહિત કરી રેકવામાં જાળનું ને તેને મારવામાં વ્યાધનું કામ કરે છે.
અનાહતનાદના શ્રવણથી મને રૂપ નાગ સર્વનું વિસ્મરણ કરીને શીધ્ર એકાગ્ર થાય છે, ને તે જ્યાં ત્યાં દેડ નથી.
જેમ કાછમાં પ્રવેશ પામેલો પ્રજ્વલિત અગ્નિ જવાલારૂપનો પ્રરિત્યાગ કરીને અગ્નિરૂપે સ્થિત થાય છે તેમ નાદમાં પ્રવૃત્ત થયેલું ચિત્ત રાજસતામસવૃત્તિને ત્યાગ કરીને સંસ્કારશેષસ્થિતિવાળું થાય છે.
અનાહતનાદની અંતર સ્વયંપ્રકાશ ચૈતન્ય છે. તે સ્વયંપ્રકાશ ચૈતન્યને આકારે થયેલું અંતઃકરણ પરવૈરાગ્યવડે સર્વત્તિથી રહિત સંસ્કારશેષરૂપે રહે છે.
જ્યાંસુધી અનાહતધ્વનિ સંભળાય છે ત્યાં સુધી મન આકાશને આકારે થયેલું છે એમ જાણવું. મનસહિત અનાહિતધ્વનિ જેમાં વિલય થાય છે તે પરબ્રહ્મ છે.
જે નાદરૂપે સાંભળવામાં આવે છે તે શક્તિ છે, અને જેમાં તે શક્તિ વિલીન થાય છે તે નિરાકાર આત્મા છે.
શ્રદ્ધા પ્રીતિ ને વિવેકવડે સર્વદા નાદનું અનુસંધાન કરવાથી પાપસંસ્કારે નાશ પામે છે, ને મન તથા પ્રાણ નિર્ગુણ ચૈતન્યમાં લીન થાય છે.
ચિત્તની અનાત્માકાર વૃત્તિઓના નિરોધને રાજયોગ કહે છે. શ્રીપતંજલિમુનિ પણ “યોગશ્ચિત્તવૃત્તિનિરોધ. |” (ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓના નિરોધને વેગ કહે છે) એ ત્રથી એમજ પ્રતિપાદન કરે છે. રાજગના બે પ્રકાર છે, સંપ્રજ્ઞાતવેગ અને અસંપ્રજ્ઞાતોગ. ચિત્તની એકાગ્રઅવસ્થામાં જે યોગ થાય છે તેને સંપ્રજ્ઞાતવેગ કહે છે, અને ચિત્તની નિરુદ્ધાવસ્થામાં જે વેગ થાય છે તેને અસંપ્રજ્ઞાતયાગ કહે છે. ચિત્તની પાંચ અવસ્થાઓ છે, ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર ને નિરુદ્ધ. જે અવસ્થામાં ચિત્તની વૃત્તિઓ અનેક સાંસારિક વિષયોમાં ભ્રમણ કરે છે તે ક્ષિણાવસ્થા કહેવાય છે, જે અવસ્થામાં નિદ્રાઆલયાદિક