________________
પ્રભા ]
યોગના પૂર્વપક્ષેનું નિરાકરણ દેરડીમાં જેમ સર્ષની નિવૃત્તિ નિત્યસિદ્ધ છે તેમ આત્મામાં નિત્યસિદ્ધ છે અને આત્મા પરમાનંદ રૂપ છે માટે પરમાનંદની પ્રાપ્તિ પણ નિત્યસિદ્ધ છે. આવી રીતે મેક્ષ સ્વભાવસિદ્ધ હેવાથી તેની કર્મથી ઉત્પત્તિ સંભવે નહિ. જે વસ્તુઓ આગળ અસિદ્ધ હેય તેની કર્મથી ઉત્પત્તિ થાય છે, સિદ્ધ વસ્તુની ઉત્પત્તિ થાય નહિ. જેમ દંડના પ્રહારરૂપ કર્મને ઘડાના વાશરૂપ ઉપયોગ થાય છે તેમ મુમુક્ષુને કર્મથી કાઈ પદાર્થના નાશરૂપ ઉપયોગ પણ સંવે નહિ, કેમકે અન્ય પદાર્થને નાશ તે મુમુક્ષ ને ઈચ્છિત નથી, બંધને નાશજ ઈચ્છિત છે. તે બંધ વાસ્તવિક નથી, આત્મામાં મિથ્યા પ્રતીત થાય છે. મિથ્યા પ્રતીતિ નાશ કર્મથી થાય નહિ, માટે મુમુક્ષુને પદાર્થના નાશરૂપ બીજો ઉપયોગ પણ કમથી સંભવે નહિ. જેવી રીતે જવરૂપ કર્મથી ગામની પ્રાપ્તિ થાય છે તેવી રીતે મેક્ષની પ્રમિરૂપ ઉપયોગ કર્મથી સંભવ નથી. જે આત્મા નિત્યમુક્ત છે તેને મેક્ષની પ્રા ત કહેવી સંભાવે નહિ. જેને બંધ હોય તેને મેક્ષની પ્રાપ્તિ કહેવી સંભવે છે. આમામાં બંધ નથી, માટે મેક્ષની પ્રાપ્તિરૂપ કર્મને ઉપ મુમુક્ષને સંભવે નહિ. જેમ પાકરૂપ કર્મથી સેવાને અન્નના વિકારરૂપ ( રંધાવારૂપ ) ઉપયોગ થાય છે તેમ મુમુક્ષને કર્મથી વિકારરૂપ ઉપયોગ પણ સંભવે નહિ; કેમકે બીજો તે કોઈ વિકાર સંભવ નથી, ણ જો આત્મામાં પ્રથમ બંધ અંગીકાર કરીએ અને મોક્ષદશામાં ચતુર્ભુજાદિક વિલક્ષણરૂપની પ્રાપ્તિ અંગીકાર કરીએ તે અન્યરૂપની પ્રમિરૂપ વિકાર કર્મને ઉપયોગ મુમુક્ષુને સંભવે, પરંતુ તે અન્યરૂપની પ્રાપ્તિને આત્મામાં શ્રુતિએ અંગીકાર કર્યો નથી, માટે કર્મથી વિકારરૂપ ઉપયોગ પણ મુમુક્ષુને સંભવે નહિ. જેમ વસ્ત્રને
વારૂપ કર્મને વાલની નિવૃત્તિરૂપ સંસ્કાર થાય છે તેમ માની નિવૃત્તિ૩૫ સંસ્કારને પ મુમુક્ષને કર્મથી ઉપયોગ નથી. અન્યના મલની નિવૃત્તિ તે ઉત્તમ મુમુક્ષને ઇચ્છિત નથી. જે આત્માના મલની નિવૃતિ કહેશે કે તે આત્મા નિત્ય શુદ્ધ છે, તેમાં પાપરૂપ મલ