________________
શ્રી ગૌસ્તુભ
[ પાંચમી નથી, માટે મલની નિવૃત્તિરૂપ સંસ્કાર પણ કર્મનો ઉપયોગ સંભવિત નથી. જે અંત:કરણમાં પાપરૂપ મલ હેય તે તેની નિવૃત્તિ કર્મથી થઈ શકે છે એ વાત છે કે સત્ય છે, પરંતુ શુદ્ધ (નિષ્પા૫) અંત:કરણવાળા મુમુક્ષના અંત:કરણમાં મલદેષ ન હોવાથી તેવા મુમુક્ષને કર્મથી સંસ્કારરૂપ ઉપયોગ પણ સંભવે નહિ, વળી અજ્ઞાન૨૫ મલ જે કે મુમુક્ષુના અંત:કરણમાં છે, પણ તેની નિવૃત્તિ કેડી કર્મથી થઈ શકતી નથી, પણ અજ્ઞાનનું વિરોધી જે જ્ઞાન તેનાથી તે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે છે, માટે તે સની નિવૃત્તિરૂપ સંસ્કાર પણ મુમુક્ષને કર્મના ઉપગરૂપે સંભવી શકતું નથી. જેવી રીતે વસ્ત્રને કસુંબામાં બળવારૂપ કર્મને રાતા ગુણની ઉત્પત્તિરૂપ સંસ્કાર થાય છે તેવી રીતે કોઈ ગુણની ઉત્પત્તિરૂપ સંસ્કાર પણ મુમુક્ષને કર્મથી સંભવે નહિ, કેમકે આત્મા નિર્ગુણ હેવાથી તેમાંથી ગુણની ઉત્પત્તિ થઈ શકે નહિ. આવી રીતે કર્મના પાંચે પ્રકારના ઉપયોગ નિષ્પા૫ ચિત્તવાળા મુમુક્ષને ઉપયોગી નથી, માટે તેને આગ્રહપૂર્વક યાવનજીવન કર્મમાં જોડાઈ રહેવાની અપેક્ષા નથી. આગ્રહી કર્મઠોને કર્મના ફલરૂપ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ વાત ખરી છે, પણ ત્યાં જીવનું અનવધિ કાલ રહેવું થતું નથી, પુણ્યને ક્ષય થયે પાછું તેને આ લેકમાં આવવું પડે છે. “ક્ષી પુજે મત્સ્યો વિરતિ '' (પુણ્ય ક્ષીણ થયે સતે મૃત્યુલોકમાં પ્રવેશ કરે છે) ઈત્યાદિ વચને એમાં પ્રમાણરૂપ છે. અમેધાદિ કર્મવડે બ્રહ્મલેકની જેમને પ્રાપ્તિ થાય છે તેમને પણ બીજા કલ્પમાં પાછું ફરવું પડે છે એમ “ચાત્રમુગનારો: ઉનાડકુરા” (હે અર્જુન! બ્રહ્મલેકપર્વતના લેકે પુનરાવૃત્તિવાળા છે) એ ભગવ૬વચનના વ્યાખ્યાનમાં પ્રામાણિક વ્યાખ્યાનકાએ કહ્યું છે. આ સર્વઉપરથી ફલિત થાય છે કે વેઠત કર્મનું ફલ પરમપુરુષાર્થરૂપ નથી, પણ સકામ પુરુષોને અમુક કાલ સુધી ઉત્તમ વિષયસંબંધી સુખ આપવારૂપ છે, ને નિષ્કામ પુરુષને ચિત્તશુદ્ધિ થવારૂપ છે. ચિત્તશુદ્ધિ