________________
-
-
શ્રીગૌસ્તુભ
[ પ્રથમ પામનારા અંતઃકરણમાંના સત્વ રજસ ને તમોગુણમાં જે તૃષ્ણરહિતપણું થાય તે પરવૈરાગ્ય કહેવાય છે, ને આ લેકના તથા પરલેકના અદિવ્ય અને દિવ્ય શબ્દાદિ વિષયોમાં જે તૃષ્ણારહિતપણું થાય તે અપરવૈરાગ્ય કહેવાય છે. તે અપરવૈરાગ્યના ચાર અવાંતરભેદ છે, યતમાન, વ્યતિરેક, એકેદ્રિય ને વશીકાર. આ જગતમાં સારરૂપ વસ્તુ કઈ કઈ છે, અને અસારરૂપ વસ્તુ કઈ કઈ છે, એ વાત શ્રીગુરુદ્વારા તથા શાસ્ત્રારા જાણવાની મનુષ્યના મનમાં જે ઇચ્છા ઉપજે ને તદનુસાર યત્ન થાય તે યતમાનવૈરાગ્ય કહેવાય છે. એ યતમાનવૈરાગ્યને નિરંતર અભ્યાસ કરવાથી અન્યાસીના ચિત્તમાં રહેલા કામકોધાદિ દેમાંના આટલા દેષોની આટલા પ્રમાણમાં નિવૃત્તિ થઈ ગઈ છે, ને આટલા દોષોની આટલા પ્રમાણમાં નિવૃત્તિ કરવાનું કામ બાકી રહ્યું છે, એવું વિવેચન થઈ બાકી રહેલા દોષોની નિવૃત્તિ કરવામાટે યત્ન થાય એવી અભ્યાસીના અંત:કરણની સ્થિતિ તે વ્યતિરિકવૈરાગ્ય કહેવાય છે. આ લેકના તથા મલેકના વિષયમાટેની પ્રવૃત્તિને દુ:ખરૂપ જાણીને તેને બહારથી પરિત્યાગ કર્યા પછી હૃદયમાં જે વિષયોની સૂક્ષમ અભિલાષાને સદ્દભાવ રહે છે તે એકેદ્રિયવૈરાગ્ય કહેવાય છે, આ વૈરાગ્યમાં માનની તૃષ્ણ પણે અંકુરરૂપે રહે છે. માનની અભિલાષાસહિત આ લોકના તથા પરાકના વિષયેની સૂક્ષ્મ અભિલાષાની પણ ચિત્તમાંથી નિવૃત્તિ થઈ જાય તે વશીકારવૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યની પ્રાપ્તિ થયે વિષે મારે અધીન છે, પણ હું વિષયને અધીન નથી એમ પુરુષને સમજાય છે. અભ્યાસ તથા વિરાગનું સાથે જ અનુષ્ઠાન કરવામાં આવે તો તે ચિત્તનિરંધરૂપ ફલને ઉપજાવી શકે છે, અન્યથા તેઓ તે ફલ ઉપજાવી શકતા નથી. જેમ માર્જનમાં સાથે વિનિયોગ કરાયેલી “ જાને હિં થા” ઈત્યાદિ ત્રણ ચાઓમાંની એક યા આજ ભણવામાં આવે, બીજી ક્યા કાલે ભણવામાં આવે ને ત્રીજી યા પરમ દિવસ ભણવામાં આવે છે તેથી યથાવિધિ માર્જન થયું ગણુતું